કુશાલ ટંડન ‘બરસાતેં : મૌસમ પ્યાર કા’માં જોવા મળશે
કુશાલ ટંડન
કુશાલ ટંડન હવે ૬ વર્ષ બાદ ટીવીમાં ફરી કમબૅક કરી રહ્યો છે. તે સોની પર આવી રહેલી ‘બરસાતેં : મૌસમ પ્યાર કા’માં જોવા મળશે. આ એક રોમૅન્ટિક ડ્રામા છે. ન્યુઝરૂમમાં જોવા મળતા રોમૅન્ટિક ડ્રામા વિશે આ શોમાં વાત કરવામાં આવશે. આ શોમાં રેયાંશ અને આરાધનાની વાત કરવામાં આવી છે. એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલા આ શોમાં કુશાલ રેયાંશ લામ્બાનું પાત્ર ભજવી રહ્યો છે. તે ન્યુઝ-ચૅનલનો માલિક છે. આ પાત્ર વિશે વાત કરતાં કુશાલે કહ્યું કે ‘મારા દિલમાં હંમેશાં ટીવી રહ્યું છે. રોમૅન્સ ડ્રામા ‘બરસાતેં : મૌસમ પ્યાર કા’ દ્વારા કમબૅક કરવાની મને ખુશી છે. હું હંમેશાં હટકે પાત્ર ભજવવામાં માનું છું અને રેયાંશનું પાત્ર એવું છે જે માટે મેં હા પાડી હતી. રેયાંશ તેના ચાર્મ અને પર્સનાલિટી દ્વારા છોકરીઓનું દિલ જીતી લે છે. તે એક ન્યુઝ-ચૅનલનો માલિક હોવાથી તે વર્કોહૉલિક હોય છે અને દરેક ટાસ્ક પૂરા કરવામાં માને છે, એને કારણે તે ઘણી વાર ઍરગન્ટ પણ લાગે છે. ઇમોશનલી તે અવેલેબલ નથી હોતો. જોકે રેયાંશ અને આરાધના બન્ને એકબીજાના ઑપોઝિટ હોવા છતાં તેમની વચ્ચે જે ઇમોશન જોવા મળશે એ જોવાલાયક છે. એકતામૅમની હું ખૂબ રિસ્પેક્ટ કરું છું. એ પાત્ર જ્યારે તેમણે મને ઑફર કર્યું ત્યારે તેમણે મને કહ્યું હતું કે તને ધ્યાનમાં રાખીને જ આ પાત્ર લખવામાં આવ્યું છે.’


