કુનિકાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં બાબા મહાકાલનાં દર્શનનો વિડિયો શૅર કર્યો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઍક્ટ્રેસ કુનિકા સદાનંદ પોતાના દીકરા સાથે ઉજ્જૈન ગઈ હતી અને ત્યાં તેણે મહાકાલનાં દર્શન કર્યાં હતાં. કુનિકાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં બાબા મહાકાલનાં દર્શનનો વિડિયો શૅર કર્યો છે જેમાં તે મંદિરની અંદર શ્રદ્ધા અને ભક્તિમાં લીન દેખાઈ રહી છે. આ વિડિયોમાં તેની સાથે તેનો દીકરો પણ છે. આ પોસ્ટમાં કુનિકાએ મહાકાલના દરબારમાં પોતાને થયેલો આધ્યાત્મિક અનુભવ પણ જણાવ્યો છે.


