`કિસ્સે ઔર કહાનિયાં` સીરિઝ વિશે ક્રાંતિ પ્રકાશ ઝાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, કેવી રીતે તેમણે પૉડકાસ્ટ કરવાનું શરૂ કર્યું. અહીં જાણો તેમણે શું કહ્યું...
ક્રાંતિ પ્રકાશ ઝા (ફાઈલ તસવીર)
ટી-સિરીઝે (T- Series) કિસ્સે ઔર કહાનિયાં નામે એક પૉડકાસ્ટ સિરીઝ શરૂ કરી છે. જેમાં અભિનેતા ક્રાંતિ પ્રકાશ ઝા પોતાના અવાજમાં લોકોને `કૉલેજ કા પહેલા દિન` આ નામે પહેલો શૉ સાંભળવા મળ્યો. હવે આ સીરિઝ વિશે ક્રાંતિ પ્રકાશ ઝાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, કેવી રીતે તેમણે પૉડકાસ્ટ કરવાનું શરૂ કર્યું. તેમણે જણાવ્યું કે એક્ટિંગ અને ઑડિયો સીરિઝમાં કેટલો ફરક હોય છે. જે રીતે એક્ટિંગમાં એક્સપ્રેશનનું મહત્વ વધારે છે જ્યારે ઑડિયો સીરિઝ પૉડકાસ્ટમાં વૉઈસ અને વૉઈસ મૉડ્યુલેશનનું મહત્વ હોય છે. ક્રાંતિ પ્રકાશ ઝાએ આ દરેક પાસાં વિશે માંડીને વાત કરી છે તો જાણો તેમણે શું કહ્યું...
સંગીતજગતમાં પોતાનું અધિપત્ય સ્થાપ્યા બાદ ટી સિરીઝે હવે ઑડિયો સીરિઝ શરૂ કરી છે. જેમાં તેમણે પહેલું પૉડકાસ્ટ કૉલેજ કા પહેલા દિન રિલીઝ કરી દીધું છે. આ પૉડકાસ્ટની સ્ક્રિપ્ટ હેનલ મહેતાએ લખી છે અને નરેશન ક્રાંતિ પ્રકાશ ઝાએ કર્યું છે. ક્રાંતિ પ્રકાશ ઝા જણાવે છે કે એક્ટિંગમાંથી પૉડકાસ્ટ વિશે વળવા વિશે જણાવે છે હવે લોકો વીડિયોની સાથે સાથે ઑડિયો સાંભળવાનું વધારે પસંદ કરે છે. ત્યારે ટીસિરીઝનો આ ઑડિયો સિરીઝ દ્વારા ભાગ બનવાનો ગર્વ અનુભવું છું. કૉલેજ કા પહેલા દિન આ એક એવી સ્ક્રિપ્ટ-પૉડકાસ્ટ છે જેની સાથે દરેક વ્યક્તિ રિલેટ કરી શકે છે. હું પણ આ સ્ક્રિપ્ટ સાંભળીને આ સાથે રિલેટ કરી શકું છું.
ADVERTISEMENT
શું આ તમારું પહેલું પૉડકાસ્ટ છે? એક્ટિંગ અને ઑડિયોમાં ફરક હોય છે તમારે વૉઈસ મૉડ્યુલેશન પર વધારે ધ્યાન આપવાનું હોય છે જ્યારે એક્ટિંગમાં એક્સપ્રેશન વધારે મહત્વના બને છે. તો આને માટે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ હોય છે ખરી? તમારે લેવી પડી છે?
ક્રાંતિ પ્રકાશ ઝા જણાવે છે કે ના આ મારું પહેલું પૉડકાસ્ટ નથી આ પહેલા મેં પોતે લખેલી સ્ક્રિપ્ટ પર પૉડકાસ્ટ રજૂ કર્યું છે. `એક બાત કહું` નામે આ સિરીઝ મેં ઘણો વખત સુધી ચલાવી અને મને ચાહકોનો પણ સારો પ્રતિસાદ મળ્યો. આ સ્ક્રિપ્ટ મેં સૌથી પહેલા મારા માતાજીને સંભળાવી હતી. મારી મમ્મી મારી બેસ્ટ ફ્રેન્ડ છે. હું મારી દરેક વાત તેમની સાથે શૅર કરું છું. દરેક મામલે તેમની સાથે ચર્ચા કરું છું. મોટાભાગે એવું બનતું હોય કે કોઈપણ આર્ટિસ્ટ પોતાના કામથી છેલ્લે સુધી સંતુષ્ટ હોતા નથી. તેમને દર વખતે એવું લાગતું હોય છે કે હું હજી સારું કરી શકું છું. ત્યારે એવે વખતે મને મારા માતાજીનો સપૉર્ટ હંમેશથી રહ્યો છે.
આ પણ વાંચો : લગ્ન પછી રણબીર કપૂર T-Seriesની ઑફિસમાં જોવા મળ્યો, મીડિયાકર્મીઓએ આપ્યા અભિનંદન
એક્ટિંગ અને ઑડિયોમાં ફરક હોય છે. હવે લોકો વીડિયો જોવા કરતાં ઑડિયો સાંભળવાનું વધારે પસંદ કરે છે. આથી તમારી વાર્તાનો પ્લોટ એ રીતે ઊભો કરવામાં સારી એવી મહેનત લાગે છે. હું મારા કૉલેજના દિવસોથી જ લખતો આવ્યો છું. વર્ષ 2021માં કોવિડ દરમિયાન મેં મારું પહેલું પૉડકાસ્ટ તૈયાર કર્યું અને આ પૉડકાસ્ટ સિરીઝ `એક બાત કહું`ને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. ભવિષ્યમાં જ્યારે પણ મને તક મળશે ત્યારે હું ફરી આને જ આગળ વધારીશ.

