રાજ્ય સરકારમાં પોતાના જ સાથીપક્ષ તિપ્રા મોઠાએ હુમલો કરાવ્યાનો BJPનો આરોપ
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે ત્રિપુરાના એક ગામમાં BJPના કાર્યકરો મન કી બાત કાર્યક્રમ સાંભળવા ભેગા થયા હતા ત્યાં તેમના પર હુમલો થયો હતો. BJPના કાર્યકરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત પ્રોગ્રામને સાંભળવા માટેનું આયોજન એક કાર્યકરના ઘરમાં કર્યું હતું. જોકે કાર્યક્રમ શરૂ થયા પછી કેટલાક લોકોએ આવીને કાર્યકરો પર હુમલા સાથે તોડફોડ શરૂ કરી દીધી હતી. હુમલાખોરોએ ૧૦ મોટરબાઇક અને ત્રણ વાહનો પણ સળગાવી દીધાં હતાં. BJP દ્વારા આરોપ મુકાયો હતો કે આ હુમલો ત્રિપુરામાં તેમની જ સરકારના સાથીદળ તિપ્રા મોઠા દ્વારા કરવામાં આવ્યો છે, જ્યારે તિપ્રા મોઠાએ આરોપો ફગાવી દીધા હતા. આ ઘટનામાં BJPના નવ કાર્યકરો જખમી થયા છે.


