શિવદર્શનથી મળતી ઊર્જા અને આધ્યાત્મિક અનુભવ મનને ભાવવિભોર કરી દે છે. નરેન્દ્ર મોદીએ મંદિરમાં પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને પૂજા પણ કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે તામિલનાડુના ઐતિહાસિક ગંગઈકોંડા ચોલપુરમ મંદિરમાં આદિ તિરુવથિરાઈ ઉત્સવમાં સહભાગી થયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે તામિલનાડુના ઐતિહાસિક ગંગઈકોંડા ચોલપુરમ મંદિરમાં આદિ તિરુવથિરાઈ ઉત્સવમાં સહભાગી થયા હતા. ત્યાંના શિવભક્તિના વાતાવરણને બિરદાવતાં તેમણે કહ્યું હતું કે હું કાશીનો સંસદસભ્ય છું અને જ્યારે પણ ઓમ નમઃ શિવાય સાંભળું છું તો મારા રૂંવાડાં ઊભાં થઈ જાય છે. તેમણે કહ્યું કે શિવદર્શનથી મળતી ઊર્જા અને આધ્યાત્મિક અનુભવ મનને ભાવવિભોર કરી દે છે. નરેન્દ્ર મોદીએ મંદિરમાં પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને પૂજા પણ કરી હતી.


