૨૭ વર્ષની થાય ત્યાં સુધી દર મહિને ૪૦૦૦ રૂપિયા મળશે
૧૦ મહિનાની બાળકી નીતિકા
હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટવાના કારણે આવેલા અચાનક પૂરમાં માતા-પિતા ગુમાવનારી ૧૦ મહિનાની બાળકી નીતિકાની મુખ્ય પ્રધાન સુખ-આશ્રય યોજના હેઠળ ‘સ્ટેટ ચાઇલ્ડ’ તરીકે નોંધણી કરાવવામાં આવી છે. આ યોજના હેઠળ નીતિકા ૨૭ વર્ષની થાય ત્યાં સુધી સરકાર તરફથી દર મહિને ૪૦૦૦ રૂપિયા મળશે. જુલાઈ અને ઑગસ્ટ માટે ૮૦૦૦ રૂપિયા તેના બૅન્ક-ખાતામાં જમા થઈ ગયા છે.
૩૦ જૂને રાત્રે તલવારા ગ્રામપંચાયતમાં વાદળ ફાટવાની ઘટનામાં નીતિકાના ૩૧ વર્ષના પિતા રમેશ કુમાર, ૨૪ વર્ષની મમ્મી રાધાદેવી અને ૫૯ વર્ષની દાદી પૂર્ણુદેવી તણાઈ ગયાં હતાં. તેના પિતા મૃત્યુ પામ્યા હતા પણ રાધાદેવી અને દાદી પૂર્ણુદેવી હજી પણ ગુમ છે. રમેશ ઘરમાં પ્રવેશતા પાણીના પ્રવાહને વાળવા માટે બહાર નીકળ્યો હતો, જ્યારે તેની પત્ની અને માતા મદદ કરવા માટે ગયાં હતાં.


