કિઆરા અડવાણીએ આ વર્ષે મેટ ગાલા 2025માં ડેબ્યુ કર્યું છે. કિઆરા હાલમાં પ્રેગ્નન્ટ છે, પણ આ પરિસ્થિતિમાં પણ બ્લુ કાર્પેટમાં તે ગજબની સુંદર અને કૉન્ફિડન્ટ લાગતી હતી.
કિઆરા અડવાણી મેટ ગાલામાં
કિઆરા અડવાણીએ આ વર્ષે મેટ ગાલા 2025માં ડેબ્યુ કર્યું છે. કિઆરા હાલમાં પ્રેગ્નન્ટ છે, પણ આ પરિસ્થિતિમાં પણ બ્લુ કાર્પેટમાં તે ગજબની સુંદર અને કૉન્ફિડન્ટ લાગતી હતી. કિઆરાએ જ્યારે બેબીબમ્પ સાથે મેટ ગાલામાં એન્ટ્રી લીધી ત્યારે તેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. તેના આ ખૂબસૂરત અંદાજને કારણે બધા તેનાં વખાણ કરી રહ્યા છે.
કિઆરાએ ડિઝાઇનર ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરેલો ડ્રેસ પહેર્યો હતો અને આ આઉટફિટનું નામ હતું ‘બ્રેવહાર્ટ્સ’. આ ડ્રેસ સશક્ત મહિલાઓ અને તેમનામાં આવેલું પરિવર્તનનું પ્રતીક છે. આ ડ્રેસ પર બ્લૅક, વાઇટ અને ગોલ્ડન કલરથી વર્ક કરવામાં આવ્યું હતું. આ ગાઉન પર ક્રિસ્ટલથી બનાવેલી એક ગોલ્ડન બ્રેસ્ટપ્લેટ પણ હતી જે તેના લુકને નિખારતી હતી. સોશ્યલ મીડિયામાં કિઆરાના આ લુકને આલિયા, રકુલ પ્રીત સિંહ અને અથિયા શેટ્ટીએ હાર્ટ ઇમોજી સાથે લાઇક કર્યો હતો.

