Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ અને પ્રિયંકા પહોંચી ગયાં છે મેટ ગાલા ૨૦૨૫ માટે ન્યુ યૉર્ક

શાહરુખ અને પ્રિયંકા પહોંચી ગયાં છે મેટ ગાલા ૨૦૨૫ માટે ન્યુ યૉર્ક

Published : 05 May, 2025 11:17 AM | Modified : 06 May, 2025 07:09 AM | IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કિઆરા ઍરપોર્ટ પર જોવા નહોતી મળી પણ તેણે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શૅર કરી હતી.

શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા પહોંચી ગયાં મેટ ગાલા

શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા પહોંચી ગયાં મેટ ગાલા


ફૅશનની દુનિયાની સૌથી મોટી ઇવેન્ટ તરીકે ઓળખાતા મેટ ગાલા ૨૦૨૫ની આ વખતે બૉલીવુડના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે; કારણ કે આ વર્ષે પ્રેગ્નન્ટ કિઆરા અડવાણી, શાહરુખ ખાન અને દિલજિત દોસાંઝ ડેબ્યુ કરવાનાં છે. આ ઇવેન્ટ પાંચ મેએ ન્યુ યૉર્કના ધ મેટ્રોપૉલિટન મ્યુઝિમય ઑફ આર્ટમાં યોજાવાની છે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે સ્ટાર્સ ન્યુ યૉર્ક પહોંચી ગયા છે. ઍરપોર્ટ પર કિઆરા તો જોવા નહોતી મળી; પણ ગ્રે જૅકેટ, ડેનિમ અને સફેદ ટી-શર્ટમાં શાહરુખ બહુ જ હૅન્ડસમ લાગી રહ્યો હતો. આ સમયે શાહરુખે ફૅનને ગળે લગાડીને તેનું અભિવાદન પણ કર્યું હતું.

કિઆરાની વાત કરીએ તો તે ભલે ઍરપોર્ટ પર જોવા નહોતી મળી, પણ તેણે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શૅર કરીને ફૅન્સને તે પહોંચી ગઈ છે એવો મેસેજ પહોંચાડી દીધો હતો. 
મેટ ગાલા ૨૦૨૫માં હાજરી આપતાં પહેલાં પ્રિયંકા પણ ન્યુ યૉર્કના રસ્તા પર લટાર મારતી જોવા મળી હતી. આ સમયે તેણે કો-ઑર્ડ સેટ પહેરવાનું પસંદ કર્યું હતું. આ કો-ઑર્ડ સેટમાં તે બહુ આકર્ષક લાગી રહી હતી. ટોટેમી બ્રૅન્ડના આ કો-ઑર્ડ સેટની કિંમત અંદાજે ૭૦,૮૦૦ રૂપિયા જેટલી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2025 07:09 AM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK