સિદ્ધાર્થ મલ્હોત્રાની ૪૧મી વર્ષગાંઠ પર પત્ની કિઆરાની પ્રેમસભર પોસ્ટ...
સિદ્ધાર્થ મલ્હોત્રાની ૪૧મી વર્ષગાંઠ પર પત્ની કિઆરાની પ્રેમસભર પોસ્ટ
ગઈ કાલે સિદ્ધાર્થ મલ્હોત્રાની ૪૧મી વર્ષગાંઠ હતી અને એ નિમિત્તે પત્ની કિઆરા અડવાણીએ હસબન્ડ માટે સોશ્યલ મીડિયા પર મસ્ત પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં કિઆરાએ સિદ્ધાર્થને દીકરી સરાયાહનો ફેવરિટ હ્યુમન અને બધી જ રીતે સુંદર મનુષ્ય ગણાવ્યો હતો એટલું જ નહીં, તેણે લખ્યું હતું કે મને હજી તારા પર ક્રશ છે અને આપણી નાનકડી દીકરીને પણ. આ પોસ્ટ સાથે કિઆરાએ સિદ્ધાર્થનો મસ્ત ફોટો શૅર કર્યો હતો અને કેકનો પણ ફોટો મૂક્યો હતો જેના પર સહાયાહ્સ પાપા અને ડૅડી કૂલ લખ્યું હતું. કિઆરાએ એક વિડિયો પણ શૅર કર્યો હતો જેમાં તે સિદ્ધાર્થ માટે ‘બાર બાર દિન યે આએ...’ ગાતી જોવા મળે છે.


