કિયારા અડવાણી માટે તેનો આ જન્મદિવસ ખાસ માનવામાં આવી રહ્યો છે. કારણ કે લગ્ન પછી તેનો આ પર્થમ ઉજવણી હતી. મોડી રાત્રે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી.
કિયારા અડવાણી
બી-ટાઉનની અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani)એ આજે 31 વર્ષ પૂરણ કર્યા છે. લગ્ન પછીનો અભિનેત્રીનો આ પહેલો જન્મદિવસ છે, જે તેણે તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિવાર-મિત્રો સાથે ઉજવ્યો હતો. તેના સાસરિયામાં ઉજવેલ બર્થડેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
કિયારા અડવાણી માટે તેનો આ જન્મદિવસ ખાસ માનવામાં આવી રહ્યો છે. કારણ કે લગ્ન પછી તેનો આ પ્રથમ જન્મદિવસ છે. મધ્ય રાત્રીએ જન્મદિવસની ઉજવણીની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી હતી.
ADVERTISEMENT
આ તસવીર તેના એક મિત્ર દ્વારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરવામાં આવી હતી. આ તસવીર શેર કરીને તેના મિત્રએ કિયારાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
જો આ શેર કરવામાં આવેલા ફોટોની વાત કરવામાં આવે તો ફોટોમાં કિયારા ડાઇનિંગ ટેબલની સામે ઉભી જોવા મળી રહી છે. તેણે પટ્ટાવાળા નાઈટસુટ પહેર્યા છે અને ખુલ્લા વાળમાં જોવા મળે છે. મેક-અપ વગરના લૂકમાં જોવા મળી રહી છે. તસવીરમાં જોઈ શકાય છે કે કિયારા તેની થ્રી-ટાયર કેક કાપતા પહેલા આંખો બંધ કરીને ઈચ્છા વ્યક્ત કરી રહી છે. તેના ઘરને ગુલાબી અને સફેદ ફુગ્ગાઓથી સજાવવામાં આવ્યું છે. આ તસવીર ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.
શેરશાહ` સ્ટાર્સ સિદ્ધાર્થ અને કિયારાએ થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા બાદ આ વર્ષે 7 ફેબ્રુઆરીએ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કિયારા અને સિદ્ધાર્થ બી-ટાઉનના પાવર કપલ્સની યાદીમાં સામેલ થઈ ગયા છે.
`એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી`માં સાક્ષીનું પાત્ર ભજવતી હોય કે `કબીર સિંહ`માં પ્રીતિનો રોલ કરતી હોય, કિયારા અડવાણીએ દરેક પાત્રને પોતાની ક્ષમતા પ્રમાણે જીવ્યા છે. 31 જુલાઈ 1991ના રોજ જન્મેલી કિયારાએ વર્ષ 2014માં ફિલ્મ `ફગલી`થી ડેબ્યૂ કર્યું હતું. એવું કહેવાય છે કે કિયારાનું નસીબ ફિલ્મ `એમએસ ધોની`થી ચમક્યું.
કિયારા અડવાણી (Kiara Advani)એ `એમએસ ધોની` અને `કબીર સિંહ` (2019)ને કારણે ઘણી લોકપ્રિયતા મેળવી. આ જ ફિલ્મોએ તેને બોલિવૂડ સ્ટાર બનાવી દીધી છે. `શેરશાહ` અને `ભૂલ ભુલૈયા 2` જેવી હિટ ફિલ્મો બાદ કિયારા છેલ્લે કાર્તિક આર્યન સાથે ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળી. સમીર વિધ્વાન્સ દ્વારા દિગ્દર્શિત ‘સત્યપ્રેમ કી કથા’માં સત્યપ્રેમ (કાર્તિક આર્યન) અને કથા (કિયારા અડવાણી)ની પ્રેમકથાને લોકોએ ખૂબ જ વખાણી છે. આ ફિલ્મને માત્ર વ્યાપારી જ સફળતા નહીં પણ લોકોનો અઢળક પ્રેમ પણ મળ્યો છે. આ ફિલ્મે વૈશ્વિક સ્તરે ₹100 કરોડથી વધુની કમાણી કરી છે. સત્યપ્રેમ કી કથા 29 જૂને સિનેમાઘરોમાં આવી હતી. ટૂંક સમયમાં તે રામ ચરણની સાથે ફિલ્મ `ગેમચેન્જર`માં જોવા મળવાની છે.


