આ ફિલ્મમાં કિયારાના કામનાં ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં છે.
કિયારા અડવાણી
કિયારા અડવાણીનું કહેવું છે કે એક ઍક્ટર તરીકે તેના માટે સૌથી થ્રિલિંગ શૉટ ‘સત્યપ્રેમ કી કથા’ માટેનો વન ટેક શૉટ હતો. આ ફિલ્મમાં તેનું ‘રાત બાકી’ સૉન્ગ હતું. આ ફિલ્મમાં કિયારાના કામનાં ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં છે. એટલું જ તેનું ગીતને પણ પસંદ કરવામાં આવ્યું છે. આ ગીતના શૂટિંગનો વિડિયો શૅર કરતાં કિયારાએ કૅપ્શન આપી હતી કે ‘ગીતની મારી ફેવરિટ સીક્વન્સ તમારી સાથે શૅર કરી રહી છું. આ એક સિંગલ શૉટમાં લેવાયેલું ગીત છે જે સેટ પર એક પર્ફોર્મર તરીકે
મારા માટે ખૂબ જ થ્રિલિંગ હતું. આ ગીતના શૂટિંગ દરમ્યાન સેટ પરની એનર્જી ખૂબ જ ઇન્ટેન્સ હતી. દરેકનો એકબીજા સાથેનો તાલમેલ ખૂબ જ જરૂરી હતો. કૅમેરા ઑપરેટર માટે દરેક માર્કને પર્ફેક્ટ ટચ કરવો, કન્ફ્યુઝન વગર ખૂબ જ ગ્રેસફુલી ડાન્સ કરવો. એક બેસ્ટ ટેક માટે ટીમ એફર્ટ મહત્ત્વના હોય છે.’
પર્ફેક્ટ શૉટ વિશે વાત કરતાં કિયારાએ કહ્યું હતું કે ‘આ માટે મારા ક્રૂનાં વખાણ કરવા રહ્યાં, કારણ કે તેમણે દરેકે તેમનું શ્રેષ્ઠ આપ્યું છે. અમને જ્યારે પર્ફેક્ટ શૉટ મળ્યો ત્યારે દરેકના ચહેરાનાં જે એક્સપ્રેશન હતાં એ મને હજી પણ યાદ છે. સ્ક્રીન પર એને જોયા બાદ અમને પણ ખૂબ જ સંતોષ થયો હતો.’


