આ ફેસ્ટિવલ ૧૧ ઑગસ્ટથી ૨૦ ઑગસ્ટ સુધી યોજવામાં આવશે. એ દરમ્યાન ભારતીય ફિલ્મ અને એની પરંપરાને સેલિબ્રેટ કરવામાં આવશે.
કાર્તિક આર્યન
કાર્તિક આર્યનને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં રાઇઝિંગ ગ્લોબલ સુપરસ્ટારના અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ફેસ્ટિવલ ૧૧ ઑગસ્ટથી ૨૦ ઑગસ્ટ સુધી યોજવામાં આવશે. એ દરમ્યાન ભારતીય ફિલ્મ અને એની પરંપરાને સેલિબ્રેટ કરવામાં આવશે. સાથે જ ફિલ્મને સંબંધિત અગત્યની ચર્ચા પણ કરવામાં આવશે. પોતાને મળનાર આ અવૉર્ડ પર ખુશી વ્યક્ત કરતાં કાર્તિકે કહ્યું કે ‘મને મળનાર આ પ્રતિષ્ઠિત અવૉર્ડને લઈને હું ખૂબ સન્માનિત અનુભવું છું અને ઑસ્ટ્રેલિયાની વિક્ટોરિયન સરકાર અને ફેસ્ટિવલનો આભાર વ્યક્ત કરી રહ્યો છું. સાથે જ આ ૧૪મા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નને સેલિબ્રેટ કરવા માટે ઉત્સુક છું. ભારતીય સિનેમામાં મારા કામને ઓળખ મળતાં આ અવૉર્ડ મળવો મારા માટે સન્માનની બાબત છે. હું હંમેશાંથી પાવરફુલ સ્ટોરી કહેવામાં, લોકોને સ્ટોરી સ્પર્શી જાય અને લોકોને પ્રેરણા આપે એમાં વિશ્વાસ રાખું છું. હું આ સિનેમાના જાદુને સાથે મળીને માણવા માટે આતુર છું.’


