તેમણે હાલમાં નરેન્દ્ર મોદી સાથે મળીને સિનેમાના વિકાસ માટે ચર્ચા કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે યશ અને રિષબ શેટ્ટી
યશ અને રિષબ શેટ્ટીએ હાલમાં જ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. યશની ‘કેજીએફ’ સિરીઝે ઇન્ડિયામાં ધૂમ મચાવી હતી. રિષબ શેટ્ટીની ‘કાંતારા’ પણ લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ બન્ને ફિલ્મ બ્લૉકબસ્ટર રહી હતી. તેમણે હાલમાં નરેન્દ્ર મોદી સાથે મળીને સિનેમાના વિકાસ માટે ચર્ચા કરી હતી. નરેન્દ્ર મોદીએ કર્ણાટકની મુલાકાત લીધી હતી અને ત્યારે તેમની મુલાકાત થઈ હતી.

