આજે તેણે પોતાના હનીમુન પિક્ચર્સ શૅર (Katrina Kaif Honeymoon photos ) કર્યા છે. આ ફોટોઝને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
ફાઇલ તસવીર
બૉલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ (Katrina Kaif) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આજે તેણે પોતાના હનીમુન પિક્ચર્સ શૅર (Katrina Kaif Honeymoon photos ) કર્યા છે. આ ફોટોઝને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. કેટરીના કૈફે માલદીવની આ તસવીરો શેર કરી છે. જ્યાં તે બીચ પર મસ્તી કરતી જોવા મળે છે.
View this post on Instagram
ADVERTISEMENT
આ તસવીરો શેર કરતાં અભિનેત્રી કેટરિના કૈફે કેપ્શનમાં લખ્યું, માય હેપ્પી પ્લેસ. ગત સપ્તાહની શરૂઆતમાં કેટરીના કૈફે તેની ઘણી વધુ તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે લાલ રંગના ડ્રેસમાં જોવા મળી હતી. આ તસવીરો શેર કરતા તેણે લખ્યું, ઈન્ડોર્સ ઇન ઈન્દોર..સન્ડે સેલ્ફી.
આ તસવીરોને અત્યાર સુધીમાં 11 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. કેટરીનાના ફેન્સને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે અને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે તેને રાણી કહી છે. ઘણા યુઝર્સ હાર્ટ ઇમોજી બનાવીને તેની પ્રશંસા કરી રહ્યા છે., કેટરિના કૈફ અને વિકી કૌશલે ગયા વર્ષે 9 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. આ રોયલ વેડિંગમાં તેની નજીકના લોકો જ હાજર રહ્યા હતા.
કેટરિના કૈફનો પતિ અને એક્ટર વિકી કૌશલ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાના જીવન ચરિત્ર પર આધારિત મેઘના ગુલઝારની બાયોપિક `સેમ બહાદુર`માં કામ કરી રહ્યો છે. કેટરીના કૈફ `ટાઈગર 3`માં કામ કરી રહી છે.


