તેણે આગામી ફિલ્મ તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરીનું શૂટિંગ શરૂ કર્યું. રિપોર્ટ્સ અનુસાર અનન્યા પાંડે આ ફિલ્મમાં કાર્તિક સાથે લીડ ઍક્ટ્રેસ તરીકે જોવા મળશે.
કાર્તિક આર્યન
કાર્તિક આર્યન અને શ્રીલીલા તાજેતરમાં અનુરાગ બાસુની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતાં. થોડા દિવસ પહેલાં આ ફિલ્મનું એક મોટું શેડ્યુલ પૂરું થયું હતું અને કાર્તિકે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શૅર કર્યું હતું કે તે ટૂંક સમયમાં ધર્મા પ્રોડક્શન્સની ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’નું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મનું બજેટ ૧૫૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને કાર્તિકે આ ફિલ્મ માટે ૫૦ કરોડ રૂપિયા ફી તરીકે લીધા હોવાના અહેવાલ છે.
અનુરાગ બાસુની ફિલ્મ માટે કાર્તિકે પોતાના લાંબા વાળ અને લાંબી દાઢી રાખી હતી, પરંતુ હવે તેણે વાળ કપાવ્યા અને દાઢી પણ ટ્રિમ કરાવી લીધી છે. ચાહકો તેના આ નવા લુક પર ફિદા થઈ રહ્યા છે.
‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ એ ધર્મા પ્રોડક્શન્સ અને નમહ પિક્ચર્સ દ્વારા નિર્મિત રોમૅન્ટિક કૉમેડી છે. આ ફિલ્મ ૨૦૨૬ની ૧૩ ફેબ્રુઆરીએ વૅલેન્ટાઇન્સ ડે વીક-એન્ડ દરમ્યાન રિલીઝ થશે. રિપોર્ટ્સ અનુસાર અનન્યા પાંડે આ ફિલ્મમાં કાર્તિક સાથે લીડ ઍક્ટ્રેસ તરીકે જોવા મળશે.

