રાહુલ ગાંધી અને રેવંત રેડ્ડીના મેસી સાથેના ફોટોગ્રાફ પર BJPની ટીકા, કહ્યું કે...
હૈદરાબાદ સ્ટેડિયમ
આર્જેન્ટિનાના ફુટબૉલર લીઅનલ મેસીએ તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી સામે મૈત્રીપૂર્ણ મૅચ રમ્યા પછી કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા અને આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ ટીકા કરી હતી. હૈદરાબાદ સ્ટેડિયમમાં મેસીની બન્ને બાજુ રેવંત રેડ્ડી અને રાહુલ ગાંધીને દર્શાવતું બૅનર શૅર કરીને BJPના નેતા અમિત માલવીયએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘આ માત્ર શરમજનક જ નહીં, એકદમ હાસ્યાસ્પદ પણ છે. મેસી ભારતના શ્રેષ્ઠ ફુટબૉલરો સાથે છે.’
રાહુલ ગાંધીની મેસી સાથેની ફૅનબૉય મોમેન્ટ
ADVERTISEMENT
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી તેલંગણના હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આર્જેન્ટિનાના દિગ્ગજ ફુટબૉલ-ખેલાડી લીઅનલ મેસીને મળ્યા હતા અને આ ક્ષણ તેમના માટે ખૂબ જ મોટી હતી. રાહુલ ગાંધીએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા હૅન્ડલ પર મેસી અને તેના સાથીઓ સાથેની રીલ શૅર કરીને એને કૅપ્શન આપી હતી : GOAT @leomessi સાથે વિવા ફુટબૉલ.
મેસીની GOAT ઇન્ડિયા ટૂરના ભાગરૂપે રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં મેસીના કાર્યક્રમ માટે રાહુલ ગાંધી શનિવારે બપોરે હૈદરાબાદ પહોંચ્યા હતા. તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર ત્રણેય સાથેના ફોટો કૅપ્શન સાથે શૅર કર્યા હતા અને લખ્યું હતું : ‘સુંદર રમત’.


