બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ ઍક્ટિંગની સાથે અન્ય બિઝનેસમાં ઇન્વેસ્ટ કરી રહી છે
કાર્તિક આર્યન
કાર્તિક આર્યન પોતાને હજી પણ આઉટસાઇડર માને છે અને તેની પાસે ઍક્ટિંગ સિવાય અન્ય કોઈ બૅકઅપ પ્લાન નથી. બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ ઍક્ટિંગની સાથે અન્ય બિઝનેસમાં ઇન્વેસ્ટ કરી રહી છે. જોકે કાર્તિકે એવું કંઈ નથી કર્યું. બૅકઅપ પ્લાન વિશે કાર્તિક કહે છે, ‘મેં કરીઅરની શરૂઆત કરી હતી ત્યારે બૉલીવુડમાં મને કોઈ નહોતું ઓળખતું અને આજે પણ એવું જ છે. મારા માટે કંઈ નથી બદલાયું. મારા કેટલાક શુક્રવાર સારા હોય છે તો કેટલાક ખરાબ. જોકે સત્ય એ છે કે મને ક્યારેય ઇન્ડસ્ટ્રીની અંદરનો ગણવામાં નથી આવ્યો. મને હજી પણ એ વાતનો ડર છે કે મારો છેલ્લો શુક્રવાર ગમે ત્યારે આવી શકે છે. મારા દિમાગમાં સતત ચાલતું રહે છે કે મારું પૅકઅપ ન થઈ જાય. મારી પાસે કોઈ બૅકઅપ પ્લાન પણ નથી. બની શકે મને બીજો અથવા તો ત્રીજો ચાન્સ ન મળે. આથી મારા દિમાગમાં આ ડર હંમેશાં રહે છે.’

