Kartik Aaryan’s Chandu Champion: ચંદૂ ચેમ્પિયન 14 જૂન, 2024ના રોજ દેશના દરેક સિનેમાઘરોમાં થિયેટ્રિકલ રિલીઝ સાથે દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડવા માટે એકદમ તૈયાર છે.
કાર્તિક આર્યન ઇન `ચંદુ ચેમ્પિયન` (તસવીર સૌજન્ય પીઆર)
બૉલિવૂડ અભિનેતા કાર્તિક આર્યને પોતાના સોશિયલ મીડિયા ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે તેની આગામી ફિલ્મ ‘ચંદૂ ચેમ્પિયન’ના (Kartik Aaryan’s Chandu Champion) પ્રમોશન દરમિયાન ઇન્ડિયન આર્મીના જવાનો સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યો છે. કાર્તિકે ભારતીય જવાનો સાથે ડાન્સ કરવાનો વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે "મસ્તી ભર્યો #Satyanaas જવાનો સાથે ???? જવાનો સાથે ડાન્સ કરવાની ફીલિંગને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે! જવાનોને દિલથી સલામ. તમારાં સાથે જોડાવા મારી માટે મોટા સન્માનની વાત હતી.
ફિલ્મ ‘ચંદૂ ચેમ્પિયન’ના પ્રમોશનનો રીત એકદમ પ્રભાવશાળી અને અનોખી છે. તેમ જ ફિલ્મ દ્વારા માર્કેટિંગ માટે પણ કંઈક અલગ કરવામાં આવી રહ્યું છે. ગ્વાલિયરમાં ફિલ્મના ગ્રાન્ડ ટ્રેલર લોન્ચની સાથે બુર્જ ખલીફામાં એડવાન્સ બુકિંગની જાહેરાત અને તે બાદ હવે કાર્તિક આર્યનનો (Kartik Aaryan’s Chandu Champion) ઇન્ડિયન આર્મીના જવાનો સાથે ફિલ્મનું પ્રમોશન કરવા સુધી, "ચંદૂ ચેમ્પિયન" ફિલ્મ માટે લોકોમાં સતત ઉત્સુકતા વધી રહી, તે જ દરેક ચાહકો ફિલ્મના રિલીઝ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
ADVERTISEMENT
View this post on Instagram
તમને જણાવવાનું કે સાજિદ નાડિયાદવાલા અને કબીર ખાન (Kartik Aaryan’s Chandu Champion) દ્વારા સાથે પ્રોડ્યૂસ કરવામાં આવેલી ફિલ્મ, ચંદૂ ચેમ્પિયન 14 જૂન, 2024ના રોજ દેશના દરેક સિનેમાઘરોમાં થિયેટ્રિકલ રિલીઝ સાથે દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડવા માટે એકદમ તૈયાર છે. આ ફિલ્મને વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મ તરીકે પણ ગણવામાં આવી છે. આ ફિલ્મના ટ્રેલર અને ગીતો રિલીઝ પહેલાં જ દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ફિલ્મને વધુ પ્રખ્યાત બનાવવા માટે માર્કેટિંગ ટીમે દુબઈના આઇકોનિક બુર્જ ખલીફા ટાવર પર ફિલ્મના ટિકિટની એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગઈ છે એવી જાહેરાત પણ કરી હતી. ટીમ દ્વારા કરવામાં આવેલું આ પ્રમોશનનું ખૂબ જ અનોખી રીત છે. બુકિંગ વિશે જાહેરાત કરનારી કાર્તિક આર્યન સ્ટારર (Kartik Aaryan’s Chandu Champion) ‘ચંદૂ ચેમ્પિયન’ બૉલિવૂડ ફિલ્મ જગતની પહેલી ફિલ્મ બની છે. કાર્તિક આર્યનની આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, કેટરીના કૈફ, પલક લલવાની વિજય રાઝ, રાજપાલ યાદવ જેવા અનેક ટેલેન્ટેડ કલાકારો અને એક્ટર્સ પણ છે. આ ફિલ્મની એડ્વાન્સ બૂકિંગ શરૂ થઈ ગઈ છે તેમ જ આ ફિલ્મમાં કાર્તિક છ જુદા જુદા લૂક્સમાં જોવા મળવાનો છે. તે એક બૉક્સર, સ્વિમર, રેસલર, સૈનિક, એથલીટ અને એક વૃદ્ધ વ્યકતીના લૂકમાં જોવા મળવાનો છે.
‘ચંદૂ ચેમ્પિયન’ને લઈને લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને તેમાં ખાસ કરીને કાર્તિક આર્યનને લૂક અને અભિનય જોવા માટે ચાહકો ખૂબ જ આતુર છે. કાર્તિકે ફિલ્મમાં તેના રોલ માટે બેસ્ટ બોડી ટ્રાન્સફોર્મ કર્યું હતું જે ફિલ્મના પોસ્ટરમાં જોવા મળી રહ્યું છે.

