કાર્તિકે યલો શર્ટ અને જીન્સ પર સનગ્લાસિસ પહેર્યા છે
કાર્તિક આર્યન
કાર્તિક આર્યન તેના બૉડીગાર્ડ સચિનનાં લગ્નમાં હાજર રહ્યો હતો અને તે મસ્તીના મૂડમાં દેખાયો હતો. એના ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. ફોટોમાં તે દુલ્હા બનેલા તેના બૉડીગાર્ડનું ગળું દબાવતો હોય એવું દેખાઈ રહ્યું છે. આજુબાજુ ઊભેલા અન્ય લોકો એ જોઈને હસી રહ્યા છે. કાર્તિકે યલો શર્ટ અને જીન્સ પર સનગ્લાસિસ પહેર્યા છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ સચિન અને સુરેખા. હૅપી મૅરિડ લાઇફ.’