એની પાછળનું કારણ મુખ્યત્વે વીમાની શરતો છે
તસવીર સૌજન્યઃ એજન્સી
આર્જેન્ટિનાનો ફુટબૉલ સ્ટાર લીઅનલ મેસી તેની ઇન્ડિયા ટૂર દરમ્યાન આખી મૅચ નથી રમી રહ્યો. એની પાછળનું કારણ મુખ્યત્વે વીમાની શરતો છે. મેસી પાસે વિશ્વની સૌથી મોંઘી ઍથ્લીટ વીમાપૉલિસીઓમાંની એક છે જે તેના ડાબા પગ માટે ૯૦૦ મિલ્યન ડૉલર સુધીની કિંમતની હોવાનું કહેવાય છે. આવી પૉલિસી સામાન્ય રીતે એક્ઝિબિશન મૅચોને આવરી લેતી નથી. ઇન્ડિયા ટૂર દરમ્યાન મેસી યંગ ફૅન્સ સાથે મેદાન પર ફ્રી કિક અને બૉલ પાસ કરવાની રમત જ રમી રહ્યો છે.


