આ ફિલ્મ માટે ‘કબીર સિંહ’ના પ્રોડ્યુસર મુરાદ ખેતાનીએ ૨૦૨૧માં રાઇટ્સ ખરીદી લીધા હતા
કાર્તિક આર્યન
કાર્તિક આર્યન ૧૯૮૮માં આવેલી ‘તેઝાબ’ની રીમેકમાં દેખાય એવી શક્યતા છે. આ ફિલ્મ માટે ‘કબીર સિંહ’ના પ્રોડ્યુસર મુરાદ ખેતાનીએ ૨૦૨૧માં રાઇટ્સ ખરીદી લીધા હતા. તે શરૂઆતથી જ કાર્તિક અને શ્રદ્ધા કપૂરને આ રીમેકમાં લેવા માટે વિચારી રહ્યો હતો. જોકે બાદમાં જાણવા મળ્યું કે આ ફિલ્મ માટે માધુરી દીક્ષિત નેને અને અનિલ કપૂરના રોલ માટે જાહ્નવી કપૂર અને રણવીર સિંહનાં નામ ફાઇનલ થયાં છે. હાલમાં મળેલા ન્યુઝ મુજબ હવે રણવીરની એક્ઝિટ થઈ છે અને કાર્તિકની આ ફિલ્મમાં એન્ટ્રી થઈ છે. કાર્તિકે અગાઉ ‘ભૂલભુલૈયા 2’ના પ્રોડ્યુસર્સ સાથે કામ કર્યું હતું અને તેમની સાથે તેના સંબંધો પણ સારા છે. ‘ભૂલભુલૈયા 2’એ બૉક્સ-ઑફિસ પર સારો બિઝનેસ કર્યો હતો અને લોકોને કાર્તિકની ઍક્ટિંગ પણ ખૂબ ગમી હતી. આ જ કારણ છે કે ‘તેઝાબ’ની રીમેકમાં કાર્તિકને લેવા માટે એના મેકર્સ ઉત્સુક પણ છે. બીજી તરફ કાર્તિકને પણ આ ફિલ્મમાં કામ કરવામાં ઇન્ટરેસ્ટ છે. હવે ઑફિશ્યલી અનાઉન્સમેન્ટ કરવામાં આવે એની રાહ જોવાઈ રહી છે.


