ફિલ્મ ૨૯ જૂને રિલીઝ થવાની છે
ફિલ્મનું શેડ્યુલ કિયારાએ પૂરું કરતાં કેક-કટિંગ કરવામાં આવ્યું હતું.
કાર્તિક આર્યનની ‘સત્યપ્રેમ કી કથા’માં કિયારા અડવાણીએ તેનું શેડ્યુલ પૂરું કરી લીધું છે. કાર્તિકે જણાવ્યું છે કે તે તેને મિસ કરશે. ફિલ્મનું શૂટિંગ હજી થોડા દિવસો ચાલશે. ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે અને સમીર વિધ્વાંસે ડિરેક્ટ કરી છે. ફિલ્મ ૨૯ જૂને રિલીઝ થવાની છે. ફિલ્મનું શેડ્યુલ કિયારાએ પૂરું કરતાં કેક-કટિંગ કરવામાં આવ્યું હતું. એ ફોટો કાર્તિકે શૅર કર્યો હતો. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘થોડા દિવસો હજી શૂટિંગ પૂરું થવાને બાકી છે, કથા વગર શૂટિંગ કરવામાં ખાલીપો લાગશે. સત્યપ્રેમ તેની કથાને મિસ કરશે. કથાએ તેનું શેડ્યુલ પૂરું કરી લીધું છે. ‘સત્યપ્રેમ કી કથા’ મારા દિલની ખૂબ નજીક છે. એની જર્ની હું કદી પણ નહીં ભૂલી શકું. એ અનુભવ આખી જિંદગી હું માણતો રહીશ. નસીબદાર છું કે મને ઉત્સાહી ટીમ સાથે કામ કરવાની તક મળી છે કે જેમણે આ ફિલ્મ માટે પ્રાણ પૂર્યા છે. આ જર્નીમાં મેં નવા ફ્રેન્ડ્સ બનાવ્યા છે. તેમને હું હંમેશાં પ્રેમ અને કદર કરતો રહીશ. મારા ડિરેક્ટર સમીર વિધ્વાંસે જાદુ નિર્માણ કર્યું છે. મને સારો પર્ફોર્મર બનાવવા માટે થૅન્ક યુ. ૨૯ જૂને રિલીઝ થનારી આ ફિલ્મ લોકો સાથે શૅર કરવા આતુર છું.’


