Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બુસાનમાં ‘સ્કૂપ’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ જીત્યો કરિશ્મા તન્નાએ

બુસાનમાં ‘સ્કૂપ’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ જીત્યો કરિશ્મા તન્નાએ

Published : 10 October, 2023 03:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરિશ્મા તન્નાને તેની વેબ-સિરીઝ ‘સ્કૂપ’ માટે બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ લીડ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે.

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના


કરિશ્મા તન્નાને તેની વેબ-સિરીઝ ‘સ્કૂપ’ માટે બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ લીડ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે. આ સિરીઝમાં તે જાગૃતિ પાઠકના રોલમાં જોવા મળી હતી. આ સિરીઝ જિજ્ઞા વોરાની રિયલ લાઇફ પર આધારિત હતો. તેના પર મિડ-ડેના રિપોર્ટર જ્યોતિર્મય ડેની હત્યાનો આરોપ છે. સિરીઝ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર દેખાડવામાં આવી રહી છે. એ ફેસ્ટિવલમાં કરિશ્મા સાડીમાં પહોંચી હતી અને તે ખૂબસૂરત 
દેખાઈ રહી હતી. આ સિરીઝને બેસ્ટ સિરીઝનો પણ અવૉર્ડ મળ્યો છે. એથી ખુશી વ્યક્ત કરતા કરિશ્માએ કહ્યું કે ‘બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં મળેલા અવૉર્ડની મને અતિશય ખુશી છે. ‘સ્કૂપ’માં જાગૃતિ પાઠકના રોલને સાકાર કરવાની જર્ની અદ્ભુત હતી. આ અવૉર્ડ આખી ટીમ માટે છે જેમણે આ પ્રોજેક્ટ પર અથાક મહેનત કરી છે. મારા ફૅન્સે આપેલા સપોર્ટની હું ખૂબ આભારી છું. આશા છે કે આવી રીતે જ હું 
સખત મહેનત કરતી રહીશ અને ભવિષ્યમાં આવા જ પાવરફુલ પર્ફોર્મન્સ આપતી રહીશ.’
ટ્રોફી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરિશ્માએ કૅપ્શન આપી હતી, ‘અમે ટ્રોફી ઘરે લઈ આવ્યા. તમારા સૌની સાથે આ વાત શૅર કરવાનો મને આનંદ થઈ રહ્યો છે કે વેબ-સિરીઝ ‘સ્કૂપ’ને બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ લીડ ઍક્ટ્રેસ અને બેસ્ટ સિરીઝનો અવૉર્ડ મળ્યો છે. અહીં નૉમિનેશન મળવું એ મોટું સન્માન છે. બન્ને કૅટેગરીમાં જીતવું એ ખુશીની બાબત છે. ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા ડિરેક્ટર હંસલ મહેતાને સ્પેશ્યલ થૅન્ક યુ. આખી ટીમનો આભાર. નેટફ્લિક્સની ટીમનો પણ આભાર કે જેમણે સપોર્ટ કર્યો. જિજ્ઞા વોરાનો પણ આભાર કે જેમણે અમને આ અગત્યના વિષયને દુનિયાને દેખાડવા માટે મંજૂરી આપી. ગૉડ બ્લેસ યુ. આગળ પણ આવા જ એક્સાઇટિંગ પ્રોજેક્ટ હું લઈને આવવાની છું, જેને દેખાડવા માટે હું આતુર છું. તા.ક. બેસ્ટ ઍક્ટ્રેસની કૅટેગરીમાં મેં પહેલી વખત અવૉર્ડ જીત્યો છે અને એના માટે હું પોતાને ખૂબ નસીબદાર માનું છું.’


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2023 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK