ગુજરાતી નાટ્યજગતની અતિપ્રસિદ્ધ અને ગૌરવશાળી પૂર્ણ કદની LLDC નાટ્યસ્પર્ધા પ્રવીણ સોલંકી અને લલિત શાહના અથાગ પ્રયત્નોથી ઓગણીસમા વર્ષમાં પ્રવેશી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતી નાટ્યજગતની અતિપ્રસિદ્ધ અને ગૌરવશાળી પૂર્ણ કદની LLDC નાટ્યસ્પર્ધા પ્રવીણ સોલંકી અને લલિત શાહના અથાગ પ્રયત્નોથી ઓગણીસમા વર્ષમાં પ્રવેશી રહી છે. આ વર્ષથી આ નાટ્યસ્પર્ધા બહુરંગી સેન્ટર ઑફ પર્ફોર્મિંગ આર્ટ સંચાલિત MKES સાંસ્કૃતિક કેન્દ્ર, મલાડ દ્વારા યોજાઈ રહી છે. ગુજરાતી ભાષાના સંવર્ધન અને સંમાર્જન માટેનો આ પ્રયાસ છે. બોલચાલની ભાષામાં ભજવાતું નાટક સમાજનું દર્પણ બતાવે છે. ગુજરાતી ભાષાની આવી મહત્ત્વની સ્પર્ધામાં ભાગ લેવા સૌને આમંત્રણ છે. સંસ્થાની ઑફિસ પરથી કોઈ પણ સંસ્થા, નાટ્યકાર, કૉલેજ જેમને પણ આ સ્પર્ધામાં ભાગ લેવાની ઇચ્છા હોય તેઓ ઍડ્મિશન ફૉર્મ, સ્પર્ધાની નિયમાવલી, સ્પર્ધાના વિજેતાઓને મળનારાં પારિતોષિકોની જાણકારી અને સમયપત્રક મેળવી શકે છે. આ સમગ્ર નાટ્યસ્પર્ધા માટેની વધુ વિગતો માટે અંકિત રાય (ફોન : 9137167942) અથવા કાજલ શાહ
(ફોન : 9870777441)નો સંપર્ક કરવો.
