ઝાંઝરિયા ગીત માટે મેં ૩૦ કૉસ્ચ્યુમ બદલ્યા હતા : કરિશ્મા કપૂર
ઝાંઝરિયા ગીત માટે મેં ૩૦ કૉસ્ચ્યુમ બદલ્યા હતા : કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂરનું કહેવું છે કે ‘ઝાંઝરિયા’ ગીત માટે તેણે લગભગ ૩૦ કોસ્ચ્યુમ બદલ્યા હતા. આ ગીત ૧૯૯૬માં આવેલી સુનિલ શેટ્ટી સાથેની ‘ક્રિષ્ના’નું છે. ઝી ટીવી પર આવતાં ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ના શોનું શૂટિંગ કરતી વખતે તેણે આ વાત કહી હતી. આ વિશે વધુ જણાવતાં કરિશ્માએ કહ્યું હતું કે ‘આ ગીતના બે વર્ઝન છે, જે મેલ અને ફિમેલ છે. મેલ વર્ઝનને ૫૦ ડિગ્રીમાં રણમાં શૂટ કરવામાં આવ્યું હતું, જ્યારે ફિમેલ વર્ઝનને મુંબઈમાં ત્રણ દિવસની અંદર શૂટ કરવામાં આવ્યું હતું. રણમાં શૂટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ હતું કારણ કે ડાન્સર ડાન્સ કરી રહ્યાં હોવાથી ધૂળ અમારી આંખમાં જતી હતી. શૂટિંગ દરમ્યાન મને ખબર પડી હતી કે મારે ૩૦ કોસ્ચ્યુમ ચૅન્જ કરવાના છે. હૅર અને મેકઅપની સાથે મારા દરેક લુક અલગ હતા. ‘ઝાંઝરીયા’ મારી કરીઅરના ખૂબ જ યાદગાર અને આઇકોનિક ગીત છે.’
યે રાત ઔર યે દૂરીને રીક્રીએટ કર્યું કરણ વાહી અને કરિશ્મા કપૂરે
કરણ વાહીએ તેના બાળપણનું સપનું હાલમાં જ કરિશ્મા કપૂર સાથે પૂરું કર્યું છે. કરણ હાલમાં ઝી ટીવી પર આવતાં શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ને હોસ્ટ કરી રહ્યો છે. આ શો દરમ્યાન તેણે કહ્યું હતું કે તેનું સપનું છે કે તે ‘અંદાજ અપના અપના’ના ગીત ‘યે રાત ઔર યે દૂરી’ પર કરિશ્મા સાથે ડાન્સ કરે. આ ગીતમાં આમિર ખાન-રવીના ટંડન અને સલમાન ખાન-કરિશ્મા કપૂરની જોડી જોવા મળી હતી. કરણે વિનંતી કરતા કરિશ્માએ તેની ઇચ્છા પૂરી કરી હતી.