કરીના કપૂરે બાળકો તૈમુર અને જેહના ઉછેર વિશે ઇમોશનલ પોસ્ટ કરી છે
કરીના કપૂર બાળકો અને પતિ સાથે
બે બાળકો તૈમુર અને જૈહની મમ્મી કરીના કપૂર ખાને સોશ્યલ મીડિયા પર બાળકોના ઉછેર વિશે એક ભાવનાત્મક પોસ્ટ શૅર કરી છે. તેણે એક ક્વોટ શૅર કરીને લખ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે બાળકો માત્ર સ્માર્ટ ન બનવાં જોઈએ પણ તેમનું ચરિત્ર સૌથી મહત્ત્વનું છે. આ પોસ્ટમાં તેણે ફૅન્સને ‘હૅપી સન્ડે’ કહીને શુભેચ્છા પાઠવી છે.
કરીનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘મારાં બાળકો માત્ર સ્માર્ટ ન હોવાં જોઈએ. હું ઇચ્છું છું કે તેઓ દયાળુ હોય. તેમનાથી અલગ લાગતા લોકોને પ્રેમ કરે. જ્યારે તેઓ ડરતાં હોય ત્યારે પણ તેમનો અવાજ ઉઠાવે. વિશ્વાસ સાથે જીવે, પછી ભલે વિશ્વ તેમની મજાક ઉડાવે... કારણ કે ગ્રેડ્સ ઓછા થઈ જાય છે, નોકરીઓ બદલાઈ જાય છે, ટ્રોફીઓ પર ધૂળ જમા થઈ જાય છે; પણ ચરિત્ર? એ હંમેશાં માટે છે.’


