અમિતાભ બચ્ચને વર્ષો પહેલાં આપેલી આ સલાહને શાહરુખ ખાન આજે પણ અનુસરે છે
શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનની ફાઇલ તસવીર
અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનની ગણતરી બૉલીવુડના સુપરસ્ટાર્સ તરીકે થાય છે. શાહરુખ ઘણી વખત ખુલાસો કરી ચૂક્યો છે કે શરૂઆતથી જ બૉલીવુડમાં અમિતાભને પોતાના રોલ મૉડલ માને છે અને તે અમિતાભની ફિલ્મો જોઈને જ મોટો થયો છે. શાહરુખને અમિતાભે એક સલાહ આપી હતી અને શાહરુખ આ સલાહ પર આજ સુધી અમલ કરે છે. શાહરુખે હાલમાં એક ઇન્ટરવ્યુમાં તેને મળેલી સલાહ વિશે વાત કરી છે.
શાહરુખે ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘અમિતજીએ મને એક વાત શીખવી હતી. તેમણે કહ્યું હતું કે હવે તમે મોટા સ્ટાર બની ગયા છો તો તમે કંઈ પણ કરશો તો પણ લોકો ઘણી વખત તમને ખોટા ઠેરવશે. આ સંજોગોમાં જો ક્યારેય ભૂલ થઈ જાય તો સૌથી પહેલાં હાથ જોડીને માફી માગી લેવી. તેમની આ સલાહથી મને ઘણી વખત ફાયદો થયો છે.’


