Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બર્થડે પર કરણ જોહરની ચાહકોને ભેટ,`રૉકી ઔર રાની કી પ્રેમ કહાની`નું પોસ્ટર રિલીઝ

બર્થડે પર કરણ જોહરની ચાહકોને ભેટ,`રૉકી ઔર રાની કી પ્રેમ કહાની`નું પોસ્ટર રિલીઝ

25 May, 2023 11:54 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar)નો આજે જન્મદિવસ છે. આ અવસર કરણ માટે એટલે પણ વધુ ખાસ બની ગયો છે કેમ કે કરણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે. કરણ જોહરે `રૉકી ઔર રાની કી પ્રેમ કહાની`  (rocky aur rani ki prem Kahani)નો ફર્સ્ટ લૂક જાહેર..

રૉકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ પોસ્ટર

રૉકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ પોસ્ટર


ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar)નો આજે જન્મદિવસ છે. આ અવસર કરણ માટે એટલે પણ વધુ ખાસ બની ગયો છે કેમ કે કરણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ તકે કરણ જોહરે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ `રૉકી ઔર રાની કી પ્રેમ કહાની` (rocky aur rani ki prem Kahani)નો ફર્સ્ટ લૂક જાહેર કર્યો છે. આજે તેમના 51મા જન્મદિવસ(Karan Johar Birthday)પર ફિલ્મ નિર્માતાએ ફિલ્મના પ્રથમ પોસ્ટર રિલીઝ કર્યુ છે. આ સાથે જ ફિલ્મના પ્રમોશનલ ઝુંબેશની શરૂઆત કરી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ(Alia Bhatt),ણવીર સિંહ(Ranveer Singh), ધર્મેન્દ્ર, (Dharmendra)જયા બચ્ચન(Jaya Bachchan)અને શબાના આઝમી(Shabana Azami )છે.

કરણ જોહરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર રણવીર સિંહ દ્વારા ભજવવામાં આવેલ રૉકીના ફર્સ્ટ લૂક પોસ્ટરને રિલીઝ કર્યુ છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે, "એલ એબ્સોલ્યુટ `હાર્ટથ્રોબ`, વુ વેર હિઝ ઑન હાર્ટ હિઝ ઑન સ્લીવ્ઝ - રોકીને મળો," .ફિલ્મ નિર્માતાએ પાત્રનો પરિચય આપતા આવું લખ્યું છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)


ફિલ્મના પોસ્ટરમાં રણવીર અને આલિયાની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી છે. બંને પોતપોતાના પાત્રમાં ખુબ જ પ્રભાવશાળી અને સુંદર દેખાઈ રહ્યાં છે. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

આ પણ વાંચો: ડિરેક્ટરે કહ્યું- મને પ્રિયંકાનું અંડરવૅર જોવું છે, પછી એક્ટ્રેસ કર્યું આવું...

કરણ જોહરે ફિલ્મમેકર તરીકે 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે ફિલ્મ નિર્માતા ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે "મેં દિગ્દર્શકની ખુરશીમાં જે જાદુઈ 25 વર્ષ વિતાવ્યા છે તેના માટે કૃતજ્ઞતા સિવાય બીજું કંઈ નથી. હું શીખ્યો, હું મોટો થયો, હું રડ્યો, હું હસ્યો - હું જીવ્યો. અને આવતીકાલે, મારા હૃદયનો બીજો ટુકડો તમારી સાથે શેર કરીશ. હું તમારા બધા સાથે મારો જન્મદિવસ ઉજવી રહ્યો છું એનાથી વધુ ખુશી શું હોઈ શકે. એક કહાની સાથે જેમાં પ્રેમ લખાયેલ છે. કાલે મળીશું! #RockyAurRaniKiiPremKahaani આવતીકાલે પહેલીવાર જુઓ! 28મી જુલાઈના સિનેમાઘરોમાં," 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

વિડિયોમાં, તેણે `કુછ કુછ હોતા હૈ`, `માય નેમ ઈઝ ખાન`, `કભી ખુશી કભી ગમ`, `સ્ટુડન્ટ ઓફ ધ યર` જેવી યાદગાર ફિલ્મોની ઝલક શેર કરી હતી.  નોંધનીય છે કે કરણ જોહરની `રૉકી ઔર રાની કી પ્રેમ કહાની` ફિલ્મ  28 જુલાઈના રોજ રિલીઝ થવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2023 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK