Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું પ્રોડ્યુસર અને ફિલ્મમેકર બની એ કરણ જોહરના મોઢા પર તમાચો છે : કંગના રનોટ

હું પ્રોડ્યુસર અને ફિલ્મમેકર બની એ કરણ જોહરના મોઢા પર તમાચો છે : કંગના રનોટ

16 April, 2023 03:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંગના અને કરણનો વિવાદ બૉલીવુડમાં જગજાહેર છે. ૨૦૧૭માં લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં આયોજિત એક ઇવેન્ટમાં કરણે કંગના વિશે ચર્ચા કરી હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


કરણ જોહરના જૂના વિડિયો પર કંગના રનોટે પલટવાર કર્યો છે. કંગના અને કરણનો વિવાદ બૉલીવુડમાં જગજાહેર છે. ૨૦૧૭માં લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં આયોજિત એક ઇવેન્ટમાં કરણે કંગના વિશે ચર્ચા કરી હતી. એ વિડિયોને કંગનાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો છે. એ વિડિયોમાં કરણ કહી રહ્યો છે કે ‘તે જ્યારે મૂવી માફિયા કહે છે તો એનો અર્થ શું છે? તે શું સમજે છે, અમે લોકો શું કરી રહ્યાં છીએ? અમે બેસીને તેને કામ નથી આપવાનું એવું નક્કી કરીએ છીએ? શું આ વસ્તુ અમને માફિયા બનાવે છે? ના, અમે અમારી મરજીથી આ કરીએ છીએ. હું એટલા માટે આમ કરું છું, કારણ કે મને તેની સાથે કામ કરવામાં ઇન્ટરેસ્ટ નથી.’

આ વિડિયો-ક્લિપને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘ચાચા ચૌધરી, આ મૂર્ખતાભરી વાતો માટે ધન્યવાદ. હું પોતાની જાતને એક ફિલ્મમેકર અને પ્રોડ્યુસર તરીકે સાબિત કરી ચૂકી છું. તારા મોઢા પર આ એક તમાચો છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2023 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK