ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડિરેક્ટરે કહ્યું- મને પ્રિયંકાનું અંડરવૅર જોવું છે, પછી એક્ટ્રેસ કર્યું આવું...

ડિરેક્ટરે કહ્યું- મને પ્રિયંકાનું અંડરવૅર જોવું છે, પછી એક્ટ્રેસ કર્યું આવું...

24 May, 2023 08:08 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રિયંકાએ કહ્યું કે તે ઈન્ડસ્ટ્રીમાં ચાલતા રાજકારણથી થાકી ગઈ હતી. પ્રિયંકા ચોપડાએ પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતા કહ્યું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન ડિરેક્ટર તેનું અંડરવૅર જોવા માગતો હતો.

પ્રિયંકા ચોપરા (ફાઈલ તસવીર)

પ્રિયંકા ચોપરા (ફાઈલ તસવીર)

પ્રિયંકા ચોપડાની (Priyanka Chopra) નારાજગી તે સમયે સ્પષ્ટ વ્યક્ત થાય છે જ્યારે તેને બૉલિવૂડથી અંતર સાધવા વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપડાએ જણાવ્યું હતું કે કેવી રીતે તેને ઈન્ડસ્ટ્રીમાં લોકોએ એક કૉર્નરમાં કરી દીધી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે તેણે પોતાને બધાની સાથે ઊભા રાખવા માટે ઈન્ડસ્ટ્રીના લોકો સાથે બીફ પણ ખાવું પડ્યું હતું. પ્રિયંકાએ કહ્યું કે તે ઈન્ડસ્ટ્રીમાં ચાલતા રાજકારણથી થાકી ગઈ હતી. પ્રિયંકા ચોપડાએ પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતા કહ્યું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન ડિરેક્ટર તેનું અંડરવૅર જોવા માગતો હતો.

આ વિશે તેણે એક પૉપ્યુલર મેગઝીન સાથે વાત કરતા Priyanka Chopraએ કહ્યું કે આ ઘટના વર્ષ 2002-2003ની છે, જેમાં તેણે અંડરકવર ગર્લનું પાત્ર ભજવવાનું હતું. પ્રિયંકા ચોપડાએ જણાવ્યું કે તે ત્યારે ઈન્ડસ્ટ્રી માટે નવી હતી અને તે ડિરેક્ટર સાથે કામ કરી રહી હતી જેને તે પહેલા ક્યારેય મળી પણ નહોતી.


એક અંડરકવર એજન્ટની ભૂમિકામાં હતી પ્રિયંકા
પોતાના તે ખાસ સીન વિશે વાત કરતાં પ્રિયંકા ચોપડાએ કહ્યું કે, કારણકે તે એક અંડરકવર એજન્ટની ભૂમિકામાં હતી તો તેણે એક છોકરાને સિડ્યૂસ કરવાનો હતો. આ માટે તેણે પોતાના શરીર પરથી કપડાં ઉતારવાના હતાં. પ્રિયંકા ઈચ્છતી હતી કે તે આ સીન માટે અનેક કપડાંમાં જોવા મળે, પણ ડિરેક્ટરે કહ્યું કે, નહીં, મારે આમનું અંડરવૅર જોવું છે, નહીંતર કોઈ શું કામ આ ફિલ્મ જોવા આવશે?


પ્રિયંકાની સામે જ તેના સ્ટાઈલિસ્ટને કહી આવી અભદ્ર વાત
પ્રિયંકાએ કહ્યું, "ડિરેક્ટરે આ વાત સીધી મને ન કહી પણ મારી સામે જ મારા સ્ટાઈલિસ્ટને કહી." પ્રિયંકાએ કહ્યું કે તે ખૂબ જ અમાનવીય ક્ષણો જેવી ક્ષણ હતી. પ્રિંયકાએ કહ્યું કે તેને લાગતું હતું કે તેની કળા મહત્વની નહોતી અને જે તેણે કૉન્ટ્રિબ્યૂટ કર્યું તે પણ મહત્વનું નહોતું.

આ પણ વાંચો : શું છે સેંગોલ, જેને નવા સંસદ ભવનમાં સ્થાપિત કરશે સરકાર, `રાજદંડ`નું શું મહત્વ


પ્રિયંકા ચોપડાએ પડતી મૂકી તે ફિલ્મ
બે દિવસ સુધી કામ કર્યા બાદ આખરે પ્રિયંકા ચોપડાએ તે ફિલ્મ પડતી મૂકી દીધી અને પ્રૉડક્શન હાઉસે પોતાના ખિસ્સાના પૈસા ભરીને તેને બાય કહ્યું. ડિરેક્ટર વિશે વાત કરતા તેણે ઊમેર્યું કે દરરોજ તેનો ચહેરો જોઈ શકાય તેમ નહોતું.

24 May, 2023 08:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK