ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાના બર્થડે પર કરણ જોહર `રૉકી ઔર રાની કી પ્રેમ કહાની`ના ચાહકોને આપશે આ ભેટ

પોતાના બર્થડે પર કરણ જોહર `રૉકી ઔર રાની કી પ્રેમ કહાની`ના ચાહકોને આપશે આ ભેટ

24 May, 2023 01:45 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કરણ જોહર(Karan Johar)એ આલિયા ભટ્ટ(Alia Bhatt)અને રણવીર સિંહ(Ranveer Singh)અભિનીત તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ “રૉકી ઔર રાની કી પ્રેમ કહાની”(rocky aur rani ki prem kahani)ની એક ઝલક  શેર કરી છે.

`રૉકી ઔર રાની કી પ્રેમ કહાની`નો પહેલો લૂક થશે જાહેર

`રૉકી ઔર રાની કી પ્રેમ કહાની`નો પહેલો લૂક થશે જાહેર

કરણ જોહર(Karan Johar)આલિયા ભટ્ટ(Alia Bhatt)અને રણવીર સિંહ(Ranveer Singh)અભિનીત તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ “રૉકી ઔર રાની કી પ્રેમ કહાની”(rocky aur rani ki prem kahani)ની એક ઝલક  શેર કરી છે. કરણ જોહરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જે તમને કરણ જોહરની રૉમેન્ટિક અને લવ સ્ટોરી ફિલ્મની સફર કરાવે છે. આ પોસ્ટ સાથે જ કરણ જોહરે આવતી કાલે એટલે કે ગુરુવારે “રૉકી ઔર રાની કી પ્રેમ કહાની”નો ફર્સ્ટ લૂક રિવીલ કરવાની જાહેરાત કરી છે. 

કરણ જોહરે આજે ફિલ્મ ઈન્ડસટ્રીમાં 25 વર્ષ પૂરા કર્યા છે, જેની જાણકારી ખુદ નિર્માતાએ આપી છે. કરણ જોહર આજે ઈન્ડસ્ટ્રીમાં ન માત્ર એક બહેતર નિર્દેશક છે, પરંતુ પ્રોડ્યુસર પણ છે. તેમણે અત્યાર સુધીના પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે, જેમાંથી કેટલીક હિટ રહી છે તો કેટલીક ફ્લોપ રહી છે. બૉલિવૂડમાં 25 વર્ષ પૂર્ણ થવા પર કરણ જોહરો સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કર્યો છે. આ સાથે જ તેમણે એક જાહેરાત પણ કરી છે. જેના માટે ચાહકો ખુબ જ આતુર છે. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)


આ પણ વાંચો: `સારાભાઈ વર્સીસ સારાભાઈ` ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં નિધન


બૉલિવૂડમાં 25 વર્ષ પૂર્ણ કર્યાના અવસર પર કરણ જોહરે પોતાની કેટલીક ખાસ ફિલ્મનો એક વીડિયો શેર કર્યો છે. આ સાથે જ તેમણે પોતાની લાગણી વ્યક્ત કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે," નિર્દેશકની ખુરશી પર બેસીને મેં જે 25 વર્ષ પૂર્ણ કર્યા છે, તેના માટે હું ખુબ આભારી છું. મેં ઘણું બધું શીખ્યું, મારો વિકાસ થયો, હું રડ્યો,હસ્યો અને જીવ્યો પણ. અને હવે આવતી કાલે મારા દિલનો એક ભાગ તમારો થઈ જશે, મારો જન્મદિવસ હું તમારી સાથે આ અંદાજમાં સેલિબ્રેટ કરી શકુ એનાથી ખુશીની વાત શું હોય શકે."

આવતી કાલે એટલે કે 25 મેના રોજ કરણ જોહરનો જન્મદિવસ છે. આ ખાસ દિવસે તેમની બહુચર્ચિત ફિલ્મ `રૉકી અને રાનીની પ્રેમ કહાની`નો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવશે. કરણ જોહરની ફિલ્મના ચાહકો માટે તેના બર્થડે પર દર્શકો માટે આનાથી મોટી ગિફ્ટ શું હોય શકે.  

 

24 May, 2023 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK