કરણે ‘પલ પલ દિલ કે પાસ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી
હેમા માલિની, કરણ દેઓલ
સની દેઓલના દીકરા કરણ દેઓલે તેની દાદી હેમા માલિનીની માત્ર એકાદ-બે ફિલ્મો જ જોઈ છે. તેનું એમ પણ કહેવું છે કે દાદીની કરીઅર અદ્ભુત રહી છે. કરણે ‘પલ પલ દિલ કે પાસ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે ‘અપને 2’માં પણ જોવા મળશે. દાદીની પ્રશંસા કરતાં કરણે કહ્યું હતું કે ‘શરૂઆતથી તેમની કરીઅર ખૂબ જ અદ્ભુત રહી હતી. ખૂબ ભવ્ય રહી હતી. મેં તેમની એકાદ-બે ફિલ્મો જ જોઈ છે. મેં જે પણ ફિલ્મો જોઈ છે એને જોઈને લાગે છે કે તેમની કરીઅર ગ્રેટ રહી છે. તેઓ એક બ્રિલિયન્ટ અદાકાર છે.’


