કંગના રનૌતે ગઈ કાલે ઔરંગાબાદ ખાતે આવેલા મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ ઘૃષ્ણેશ્વરનાં દર્શન કર્યાં હતાં
કંગનાએ આ દર્શન પછી ત્યાંની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે
કંગના રનૌતે ગઈ કાલે ઔરંગાબાદ ખાતે આવેલા મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ ઘૃષ્ણેશ્વરનાં દર્શન કર્યાં હતાં. કંગનાએ આ દર્શન પછી ત્યાંની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે. કંગનાએ આ તસવીરો સાથે પોતાની મુલાકાતની વિગતો આપતાં કહ્યું છે કે ‘આજે મને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. ઘણાં એવાં જ્યોતિર્લિંગ છે જ્યાં હું બે-ચાર વખત પણ જઈ ચૂકી છું પરંતુ મહારાષ્ટ્ર, જે ક્યારેક મારું ઘર રહ્યું છે ત્યાં સ્થિત બાબા ઘૃષ્ણેશ્વરનાં દર્શન કરવાનો અવસર આજે મળ્યો. આ મારા માટે અતિ વિશેષ ક્ષણ રહી.’
ઔરંગાબાદ ખાતે આવેલા આ જ્યોતિર્લિંગને અલગ-અલગ ધાર્મિક માન્યતાઓને આધારે ગૃષ્ણેશ્વર, ગિરિષ્નેશ્વર, ઘૃષ્ણેશ્વર તેમ જ ઘુસ્મેશ્વરના નામે પણ ઓળખવામાં આવે છે.


