Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પહેલા કંગનાએ કપલ વિશે કહી દીધી આ મોટી વાત

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પહેલા કંગનાએ કપલ વિશે કહી દીધી આ મોટી વાત

04 February, 2023 02:48 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેત્રીએ કરી કપલના પ્રેમની પ્રશંસા : શૅર કર્યો વીડિયો

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી (ફાઇલ તસવીર)

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી (ફાઇલ તસવીર)


બોલિવૂડ (Bollywood) કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) છ ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન રાજસ્થાન (Rajasthan)માં આવેલા જેસલમેર (Jaisalmer)ના શાહી પેલેસમાં થશે. અહીં આજથી લગ્નની વિધિઓ શરૂ થશે. આ દરમિયાન કૉન્ટ્રોવર્સી ક્વિન કંગના રનોટ (Kangana Ranaut)એ કરેલી પોસ્ટ જબરજસ્ત ચર્ચામાં છે.


કંગના રનોટ સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ દેશ અને દુનિયા સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપતી જોવા મળે છે. હાલમાં જ કંગનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની એક વીડિયો ક્લિપ શૅર કરી છે અને બન્નેના વખાણ કર્યા. કંગનાએ લખ્યું છે કે, ‘આ કપલ ખૂબ જ ક્યૂટ છે. આપણને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાચો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે. બંને એકસાથે સુંદર લાગે છે.’




સાથે જ ‘વેડિંગ બિલિવ લવ’નું સ્ટિકર પોસ્ટ કર્યું છે. અને તેમની ફિલ્મનું ગીત પણ વીડિયોમાં મુક્યું છે.

આ પણ વાંચો - જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ જબરજસ્તી કિયારાને કરવી પડી કિસ! પોતે જણાવ્યો કિસ્સો


કંગનાની આ પોસ્ટ સોશ્યલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. કપલના ફૅન્સ આ પોસ્ટને ખુબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો - Sidharth Kiara Wedding: કિયારાને `મહેંદી` લાગતી તસવીરો વાયરલ, જાણો વિગતે

તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી છ ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ અને કિયારાની સંગીત સેરેમની પાંચ ફેબ્રુઆરીએ થશે અને છઠ્ઠી ફેબ્રુઆરીએ લગ્ન. ત્યારબાદ સાતમી ફેબ્રુઆરીએ રિસેપ્શન યોજાશે. આમ સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની ઉજવણી ત્રણ દિવસ સુધી ચાલશે.

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2023 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK