કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રાની દુલ્હન બનવાની છે. હવે તેમની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે દુલ્હનની જેમ સજેલી દેખાઈ રહી છે અને તેના હાથમાં મહેંદી લાગી રહી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે
કિયારા અડવાણી (Kiara Advani), સિદ્ધાર્થ મલ્હોત્રાની દુલ્હન બનવાની છે. હવે તેમની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે દુલ્હનની જેમ સજેલી દેખાઈ રહી છે અને તેના હાથમાં મહેંદી લાગી રહી છે.
સોશિયલ મીડિયા પર આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં કિયારા અડવાણી દુલ્હનના વેશમાં દેખાઈ રહી છે. તેના હાથમાં સેલિબ્રિટી મહેંદી આર્ટિસ્ટ વીણા નાગડા મહેંદી લગાડી રહ્યા છે.
હકિકતે, આ તસવીર જૂની છે. કિયારાએ એક જાહેરાતના શૂટ માટે પોતાના હાથમાં વીણા નાગડા પાસેથી મહેંદી લગાવડાવી હતી. જેની તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
રિપૉર્ટ પ્રમાણે, વીણા નાગડા, કિયારાના હાથમાં લગ્નની મહેંદી લગાડશે. તેણે એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે રાજસ્થાન માટે રવાના થઈ રહી છે જ્યાં સિદ્ધાર્થ અને કિયારાનો વેડિંગ વેન્યૂ છે.
વીણા નાગડા જાણીતા મહેંદી આર્ટિસ્ટ છે. કિયારા પહેલા તે અનેક બૉલિવૂડ સેલેબ્સના હાથમાં મહેંદી લગાડી ચૂક્યાં છે.
આ પણ વાંચો : કિયારા અડવાણી પહેલા આ એક્ટ્રેસ બંધાશે લગ્નનાં બંધનમાં, 4 તારીખે ફરશે ફેરા
એક ન્યૂઝ એજન્સી પ્રમાણે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનાં લગ્નના ફંક્શન્સ 5 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી ચાલશે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ હોટેલમાં લગ્ન બંધનમાં બંધાશે.