ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > HBD Sidharth Malhotra: કિયારા અડવાણી પહેલાં ઍક્ટર આ સુંદરીઓ સાથે હતો પ્રેમમાં

HBD Sidharth Malhotra: કિયારા અડવાણી પહેલાં ઍક્ટર આ સુંદરીઓ સાથે હતો પ્રેમમાં

16 January, 2023 09:06 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ કપલના લગ્નના સમાચાર દરરોજ ચર્ચામાં રહે છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

બોલિવૂડ ઍક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) આજે પોતાનો 38મો જન્મદિવસ ઊજવી રહ્યો છે. આ દિવસોમાં અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) સાથેના લગ્નને લઈને જોડી સતત ચર્ચામાં છે. કિયારા પહેલાં `શેર શાહ` ઍક્ટરનું નામ આ ઍક્ટ્રેસ સાથે જોડાઈ ચક્યું છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ કપલના લગ્નના સમાચાર દરરોજ ચર્ચામાં રહે છે. ચાહકો બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે.


સિદ્ધાર્થ મલ્હોત્રાને બોલિવૂડનો હેન્ડસમ હંક માનવામાં આવે છે. ઘણી મહિલા ચાહકો તેના પર મરતી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે કિયારા અડવાણી પહેલાં કઈ અભિનેત્રીઓ સાથે સિદ્ધાર્થ પ્રેમમાં રહી ચૂક્યો છે. તો ચાલો તમને જણાવીએ.


અગાઉ સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ આલિયા ભટ્ટ સાથે જોડવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંને એકબીજાને ડેટ પણ કરી ચૂક્યા છે. વર્ષ 2017માં તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. જણાવી દઈએ કે બંનેએ સ્ટુડન્ટ ઑફ ધ યરથી ડેબ્યુ કર્યું હતું.

સિદ્ધાર્થનું નામ તારા સુતરિયા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. બંનેએ ફિલ્મ `મરજાવાં`માં સાથે કામ કર્યું હતું. બંનેએ એકબીજા પર ક્રશ હોવાની વાત પણ કરી હતી, પરંતુ જે બાદ બંનેએ કહ્યું હતું કે તેમની વચ્ચે આવું કંઈ નથી.


વર્ષ 2017માં એક ફિલ્મ આવી હતી, `અ જેન્ટલમેન`. આ ફિલ્મમાં સિદ્ધાર્થ સાથે જેકલીન ફર્નાન્ડિસ હતી. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેમના અફેરના સમાચાર તે સમયે આવ્યા હતા. જો કે, બંનેમાંથી કોઈએ ક્યારેય આ વિશે વાત કરી નથી.

નોંધનીય છે કે સિદ્ધાર્થનો જન્મ 16 જાન્યુઆરી 1985ના રોજ દિલ્હીમાં થયો હતો. અહીંથી જ તેમણે પ્રારંભિક શિક્ષણ અને કૉલેજ શિક્ષણ મેળવ્યું હતું. આ પછી તેણે મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. સિદ્ધાર્થે પોતાના અંગત ખર્ચને પહોંચી વળવા માટે આ વ્યવસાય પસંદ કર્યો હતો. સિદ્ધાર્થે આ ક્ષેત્રમાં ઘણું નામ કમાવ્યું છે. આ પછી તેમણે ફિલ્મી દુનિયામાં આવવાનું નક્કી કર્યું.

સિદ્ધાર્થે પોતે એક વખત પોતાની કારકિર્દી વિશે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ શરૂ કરતા પહેલા તેમણે એડમાં પણ નસીબ અજમાવ્યું હતું. બહુ ઓછા લોકો જાણતા હશે કે સિદ્ધાર્થ વર્ષ 2008માં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવાનો હતો. આ ફિલ્મનું નામ હતું `ફેશન`. જો કે, મોડેલિંગ મેગેઝિન સાથેના કરારને કારણે, વસ્તુઓ સાકાર થઈ શકી નહીં અને તે સમયે તે ફિલ્મી દુનિયામાં પગ મૂકી શક્યો નહીં. આ પછી પણ તેનો ફિલ્મો પ્રત્યેનો જુસ્સો ઓછો ન થયો અને તેણે પ્રયાસ ચાલુ રાખ્યો.

આ પણ વાંચો: Mission Majnu Trailer: સિદ્ધાર્થે પાકિસ્તાનમાં દરજી બની ચલાવ્યું મિશન મજનુ

આ વિશે વાત કરતાં સિદ્ધાર્થે એકવાર કહ્યું હતું કે તેને તેના પહેલા ઓડિશનમાં રિજેક્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને એક એડ ફિલ્મમાંની ઑફર મળી હતી. 2010માં, તેણે કરણ જોહરની માય નેમ ઈઝ ખાન સાથે સહાયક દિગ્દર્શક તરીકે તેની શરૂઆત કરી. આ પછી કરણે તેને સ્ટુડન્ટ ઑફ ધ યર ફિલ્મમાં અભિનય કરવાની તક આપી.

16 January, 2023 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK