કંગના રનૌતને પહેલી વખત જોયા પછી સલમાન ખાને આવી કમેન્ટ કરી હતી
કંગનાએ સલમાન ખાન સાથેની પહેલી મુલાકાતની યાદો શેર કરી
કંગના રનૌતે પોતાના શરૂઆતના સંઘર્ષના દિવસોને યાદ કરીને એક રસપ્રદ ઘટના પણ શૅર કરી છે. તેણે જણાવ્યું કે સલમાન ખાન સાથેની પહેલી મુલાકાત વખતે તેણે કહેલા એક વાક્યે તેની કરીઅરના ઘડતરમાં ફાળો આપ્યો છે.
કંગનાએ જણાવ્યું હતું કે ‘એ સમયે હું આશરે ૧૬–૧૭ વર્ષની હતી અને ઇન્ડસ્ટ્રીમાં નવી હતી. આ સમયે મારી મુલાકાત સલમાન સાથે થઈ હતી. તે સમયે હજી મારી પ્રથમ ફિલ્મ ‘ગૅન્ગસ્ટર’ રિલીઝ પણ થઈ નહોતી. એ સમયે સલમાને મને જોયા બાદ તરત જ કહ્યું હતું કે તું તો સંજય લીલા ભણસાલીની હિરોઇન છે. આ પછી સલમાને મને સંજય લીલા ભણસાલીને મળવાની સલાહ પણ આપી હતી. એ સમયે હું મારો પોર્ટફોલિયો લઈને સંજય લીલા ભણસાલીના ઘરે ગઈ હતી. જોકે એ સમયે તેમણે મને સાઇન નહોતી કરી. જોકે પછી જ્યારે પણ મારી તેમની સાથે મુલાકાત થઈ છે ત્યારે તેમણે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું છે કે કાશ મેં ત્યારે સલમાનની વાત સાંભળી હોત.’
