Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભારતમાં નર્સનો યુનિફૉર્મ બ્રિટિશ-સ્ટાઇલનો, કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને એનું ભારતીયકરણ કરવું જોઈએ

ભારતમાં નર્સનો યુનિફૉર્મ બ્રિટિશ-સ્ટાઇલનો, કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને એનું ભારતીયકરણ કરવું જોઈએ

Published : 08 June, 2026 09:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મારો વ્યક્તિગત અભિપ્રાય છે કે ભારતમાં પરિચારિકાઓનો લુક વિદેશી લાગે છે એવું કહે છે કંગના

કંગના રનૌત

કંગના રનૌત


કંગના રનૌત તેની આગામી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’માં નર્સનો રોલ ભજવી રહી છે. આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન કંગનાએ ભારતમાં નર્સના ડ્રેસ-કોડ વિશે પોતાના વિચાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે હાલનો યુનિફૉર્મ હજી પણ બ્રિટિશ પ્રભાવ ધરાવે છે અને ભવિષ્યમાં નર્સની સુવિધા તથા તેમની પસંદગીને ધ્યાનમાં રાખીને એમાં ફેરફાર કરવો જોઈએ.

નર્સના યુનિફૉર્મ વિશે વાત કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે ભારતમાં હજી પણ બ્રિટિશ નર્સનો ડ્રેસ-કોડ ચાલે છે. આપણા ડૉક્ટરો પોતાની પસંદગીનાં કપડાં પહેરી શકે છે, તેમને માત્ર એક કોડ આપવામાં આવે છે પણ નર્સ કોઈ પણ સીઝનમાં એક જ પ્રકારના વિદેશી લુક ધરાવતા યુનિફૉર્મમાં જોવા મળે છે. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે. જોકે અમારી ફિલ્મમાં અમે આ વ્યવસાયને સંપૂર્ણ ગૌરવ અને સન્માન સાથે રજૂ કર્યો છે. યુનિફૉર્મનો આકાર કે ડિઝાઇન મહત્ત્વનાં નથી, તમારી ફરજ જ તમારી ઓળખ છે. મને વ્યક્તિગત રીતે લાગે છે કે આ સંપૂર્ણપણે બ્રિટિશ લુક છે. યુનિફૉર્મ પર પિન, કૅપ અથવા બેલ્ટ પહેરવાની પરંપરા અમેરિકન નેવીના પ્રભાવમાંથી આવી છે. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધના સમયથી આ પ્રકારની શૈલી ચાલી આવી છે. હવે આ પ્રણાલી લાંબા સમયથી યથાવત્ રહી છે. ભવિષ્યમાં જો નર્સની પોતાની પસંદગી અનુસાર યુનિફૉર્મને વધુ ભારતીય સ્વરૂપ આપવામાં આવે અને તેમને ઉપયોગી લાગે એવા સુધારા કરવામાં આવે તો એ ચોક્કસપણે સકારાત્મક પરિવર્તન ગણાશે.’



નાનકડા ફૅને વાઇટ રોઝ આપ્યું કંગનાને


કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ ૧૨ જૂને રિલીઝ થવાની છે ત્યારે કંગના આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જુહુની જે. ડબ્લ્યુ. મૅરિયટમાં ફિલ્મની પ્રમોશનલ અને ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટ યોજાઈ હતી. આ ઇવેન્ટમાં કંગનાને તેના એક નાનકડા ફૅને ઉત્સાહમાં આવીને સફેદ ગુલાબ ભેટ આપ્યું હતું. આ ઇવેન્ટમાં કંગના ગુલાબી રંગના ફૂલના પ્રિન્ટવાળી ઑફ-વાઇટ સાડીમાં જોવા મળી હતી અને તેણે તેના આ લુકની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2026 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK