Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નેપાલે ભારતીય ચલણ પરનો પ્રતિબંધ હટાવ્યો

નેપાલે ભારતીય ચલણ પરનો પ્રતિબંધ હટાવ્યો

Published : 27 July, 2026 08:46 AM | IST | Kathmandu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીયોને રાહત, હવે ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો લઈ જઈ શકાશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


નેપાલની બાલેન શાહ સરકારે ભારતીય ચલણ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે જેનાથી ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો દેશમાં લાવવા અને બહાર લઈ જવા માટે મંજૂરી આપી દીધી છે. આનાથી નેપાલમાં મુસાફરી કરતા ભારતીયો તેમ જ સરહદી વિસ્તારોમાં રહેતા નેપાલી રહેવાસીઓને નોંધપાત્ર રાહત મળશે. નવેમ્બર ૨૦૧૬માં ભારતમાં નોટબંધી પછી ફક્ત ૧૦૦ રૂપિયાની નોટોને નેપાલમાં લાવવાની અને બહાર લઈ જવાની મંજૂરી હતી. બાલેન શાહ સરકારે હવે ભારતીય અને નેપાલી નાગરિકોને ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો લઈ જવાની પરવાનગી આપી છે. મહત્તમ મર્યાદા ૨૫,૦૦૦ રૂપિયા છે. જોકે ૨૦૧૬ની ૯ નવેમ્બર પહેલાં જારી કરાયેલી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો પર પ્રતિબંધ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2026 08:46 AM IST | Kathmandu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK