જેન-ઝીની પ્રશંસા કરીને સોનાક્ષી સિન્હાએ માફીની માગણી કરીને કાન પકડ્યા
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિન્હાએ શરૂઆતમાં જ વિદ્યાર્થી-આંદોલન અને સોનમ વાંગચુકના અનશનને લઈને સોશ્યલ મીડિયા પર અવાજ ઉઠાવ્યો હતો. ગઈ કાલે ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યાની જાહેરાત કર્યા બાદ સોનાક્ષીએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો જેમાં તેણે જેન-ઝીના યુવાનોની ખુલ્લેઆમ પ્રશંસા કરી અને તેમની સામે કાન પકડીને માફીની માગણી કરી.
આ વિડિયોમાં સોનાક્ષી ખૂબ ખુશ દેખાય છે અને તે કાન પકડીને ઉઠક-બેઠક કરીને કહે છે કે ‘તમને ખબર નથી કે આજે તમે શું કરી બતાવ્યું છે. હું એક કલાકાર છું, પરંતુ સાચી કલા તો જેન-ઝી છે. હું જેન-ઝીને બહુ હળવાશથી લેતી હતી. મને લાગતું હતું કે ૪ કલાક કામ કરીને થાકી જાય છે, એમનાથી કંઈ નહીં થાય; પણ આજે તમે જે કર્યું છે એ અદ્ભુત છે. હવે ક્યારેય આવું નહીં કહું. સલામ... સલામ! હવે મને તમારી જેવી બનવું છે. હું જેન-ઝી બનવા ઇચ્છું છું. તમે જે કર્યું છે તે અવિશ્વસનીય છે.’
