જે ડ્રેસ પહેરવા માટે ટ્રોલ થઈ એ પહેરેલી તસવીરો જ સોશ્યલ મીડિયામાં શૅર કરી
કાજોલ
હાલમાં કાજોલ એક ઇવેન્ટમાં ટાઇટ-ફિટેડ બ્લૅક બૉડીકૉન ડ્રેસમાં પહોંચી હતી. આ ડ્રેસમાં તેનું પેટ બહાર દેખાતું હતું જેના કારણે લોકોએ સોશ્યલ મીડિયામાં તેની ડ્રેસિંગ સેન્સની ટીકા કરી હતી. લોકોએ આવો ડ્રેસ પહેરવા બદલ કાજોલને એજ-શેમ અને બૉડી-શેમ કરી હતી. જોકે લોકોના આવા વર્તનથી અકળાવાને બદલે કાજોલે ગજબનો કૉન્ફિડન્સ દેખાડીને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એ વિવાદાસ્પદ ડ્રેસમાં પોતાની તસવીરો પોસ્ટ કરીને કહ્યા વગર સ્પષ્ટ કરી દીધું છે કે તેને આવા ટ્રોલિંગથી કોઈ ફરક નથી પડતો.


