કાજોલ, રોનિત રૉય અને ઇન્દ્રનીલ સેન ગુપ્તા અભિનીત ‘માઁ’ ૨૭ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી
`માઁ’
કાજોલ, રોનિત રૉય અને ઇન્દ્રનીલ સેન ગુપ્તા અભિનીત ‘માઁ’ ૨૭ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. વિશાલ ફુરિયા દ્વારા નિર્દેશિત આ માઇથોલૉજિકલ હૉરર ફિલ્મની વાર્તા માતા-પુત્રીની આસપાસ કેન્દ્રિત છે. ચંદરપુર નામનું એક ગામ છે. અહીં ૧૯૮૫માં નવજાત બાળકીઓને મારવાની પ્રથા એક અનુષ્ઠાન છે, જે ગામવાસીઓને અભિશાપથી મુક્તિ અપાવે છે. વાર્તા ૪૦ વર્ષ પછી અંબિકાથી શરૂ થાય છે જે પોતાના પતિ અને પુત્રી શ્વેતા સાથે પશ્ચિમ બંગાળમાં રહે છે. શ્વેતાને ચંદરપુર જવું છે. ત્યાં પરિવારની એક ભવ્ય હવેલી છે. વાર્તા અંબિકાના પતિના ગાયબ થવા સાથે નવો વળાંક લે છે. આ પછી શેતાની આત્મા અને ભયાનક રહસ્યોનો સામનો થાય છે. આ ફિલ્મ આજથી નેટફ્લિક્સ પર જોવા મળશે.


