મુંબઈ ઍરપોર્ટ પર ભડકી જૂહી ચાવલા
જૂહી ચાવલા
જૂહી ચાવલા દુબઈથી ભારત પાછી ફરી ત્યારે ઍરપોર્ટ પર અવ્યવસ્થાને કારણે તેને અને અન્ય પ્રવાસીઓને હાલાકી વેઠવી પડી હતી. ઍરપોર્ટ પર લોકો ફસાઈ ગયા હતા. જૂહી ચાવલા દુબઈમાં આઇપીએલ ખતમ થયા બાદ ભારત પાછી ફરી અને ઍરપોર્ટ પર જ ફસાઈ ગઈ હતી. બહાર જવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. એક નાનકડી ક્લિપ ટ્વિટર પર શૅર કરીને જુહીએ ટ્વીટ કર્યું હતું, ‘ઍરપોર્ટ અને સરકારી અધિકારીઓને અપીલ છે કે વહેલાસર વધુ અધિકારીઓની નિમણૂક કરે અને ઍરપોર્ટ હેલ્થ ક્લિયરન્સ માટે વધુ કાઉન્ટર બનાવે. યાત્રીઓ ઘણા સમયથી અહીં ફસાયેલા છે. એક પછી એક ફ્લાઇટ્સ આવી રહી છે. સ્થિતિ ખૂબ ખરાબ છે. રાજ્ય શરમજનક છે.’
આ વાત ઑથોરિટીના ધ્યાનમાં આવતાં તેમણે પણ ટ્વીટ કર્યું હતું, ‘ડિયર મૅમ. તમને પડેલી તકલીફ બદલ અમે દિલથી માફી માગીએ છીએ. તમને વિનંતી છે કે તમે કયા ઍરપોર્ટ પર છો એ કહો, જેથી અમે વહેલાસર આ સમસ્યાને ઉકેલી શકીએ.’