જૉન એબ્રાહમે મુંબઈના પૉશ વિસ્તાર બાંદરા-વેસ્ટમાં આવેલી એક જ હાઉસિંગ સોસાયટીમાં પોતાની ત્રણ રેસિડેન્શ્યલ પ્રૉપર્ટીઝ ભાડે આપી છે
જૉન એબ્રાહમ
જૉન એબ્રાહમે મુંબઈના પૉશ વિસ્તાર બાંદરા-વેસ્ટમાં આવેલી એક જ હાઉસિંગ સોસાયટીમાં પોતાની ત્રણ રેસિડેન્શ્યલ પ્રૉપર્ટીઝ ભાડે આપી છે. આનાથી તેને આગામી પાંચ વર્ષમાં લગભગ ૪.૩ કરોડ રૂપિયાની કમાણી થશે.
જૉનની આ પ્રૉપર્ટીઝ બાંદરા-વેસ્ટની ધ સી ગ્લિમ્પ્સ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છે. આ એક હાઈ-એન્ડ રેસિડેન્શ્યલ સોસાયટી ગણાય છે. મે ૨૦૨૫માં થયેલી આ ડીલ હેઠળ ત્રણેય ફ્લૅટનું માસિક ભાડું પ્રથમ વર્ષે દર મહિને કુલ ૬.૩૦ લાખ રૂપિયા નક્કી થયું છે, જે સમય સાથે વધશે. છેલ્લા એટલે કે પાંચમા વર્ષમાં આ ભાડું દર મહિને આઠ લાખ રૂપિયા સુધી પહોંચી જશે.
ADVERTISEMENT
આ રેસિડેન્શ્યલ પ્રૉપર્ટીનો ભાડાકરાર પાંચ વર્ષ એટલે કે ૬૦ મહિના માટે નક્કી થયો છે. પ્રથમ બે વર્ષમાં ભાડામાં દર વર્ષે લગભગ ૮ ટકાનો વધારો થશે અને ત્યાર બાદનાં બે વર્ષમાં આ વધારો લગભગ પાંચ ટકા વાર્ષિક રહેશે. ડીલ હેઠળ ભાડૂતોએ જૉન એબ્રાહમને ૩૬ લાખ રૂપિયા સિક્યૉરિટી ડિપોઝિટ તરીકે આપ્યા છે. આ ઉપરાંત રજિસ્ટ્રેશન માટે ૧.૧૨ લાખ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી અને ૧૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ફી પણ ચૂકવવામાં આવી છે.


