જૉન એબ્રાહમ પોતાની ફિટનેસને કારણે જાણીતો છે અને આમ તેણે પોતાની આગવી ઓળખ બનાવી છે. જૉન પોતાની ડાયટનું બહુ ધ્યાન રાખે છે. જોકે એક વખત ઉત્સાહમાં ને ઉત્સાહમાં તે ૬૪ રોટલી ખાઈ ગયો હતો. જૉને ૨૦૨૨માં કપિલ શર્માના શોમાં આ ઘટનાક્રમ જણાવ્યો હતો.
જૉન એબ્રાહમ

જૉને આ કિસ્સો જણાવતાં કહ્યું હતું કે ‘એક ફુટબૉલ મૅચ પછી હું એક ગુજરાતી થાળીની રેસ્ટોરાંમાં ગયો. અહીં કસ્ટમરને અનલિમિટેડ ફૂડ સર્વ કરવામાં આવી રહ્યું હતું. હું મારા પૈસા વસૂલ કરવા માગતો હતો અને રોટલી પણ બહુ નાની-નાની હતી એટલે હું સમજ્યા-વિચાર્યા વિના ૬૪ રોટલી ખાઈ ગયો હતો. એ પછી મારી પાસે વેઇટર આવ્યો અને તેણે મને કહ્યું કે તમે ભાત ખાઈ શકશો? જોકે મને સંતોષ નહોતો થયો એટલે મેં વેઇટરને વધારે રોટલી લાવવાનું કહ્યું. મેં પેટ ભરીને રોટલી ખાધી અને એ પછી ભાત પણ ખાઈને ફૂડને સારી રીતે ઍન્જોય કર્યું હતું.’