જૉન એબ્રાહમને કેમ કોઈ પાર્ટીમાં નથી બોલાવતું?
જૉન જોકે આમ પણ પાર્ટી-ઍનિમલ નથી. તે શિસ્તબદ્ધ લાઇફ-સ્ટાઇલમાં માને છે અને કહે છે, ‘હું સાડાનવ-દસની આસપાસ સૂઈ જાઉં છું અને સાડાચાર વાગ્યે ઊઠી જાઉં છું એટલે મારી પાસે પાર્ટી કરવાનો ટાઇમ જ નથી હોતો.’
નવાઈની વાત તો એ છે કે જૉનને ઘણીખરી પાર્ટીઓનું આમંત્રણ પણ નથી મળતું. એવુ શા માટે થતું હશે એના વિશે જૉન કહે છે, ‘લોકોને લાગતું હશે કે પાર્ટીનું આમંત્રણ જોઈને ખબર નહીં જૉનનું રીઍક્શન શું હશે એટલે તેઓ મને બોલાવતા જ નહીં હોય. તેઓ વિચારતા હશે કે જૉનને દૂર જ રાખો, તેને જલદી સૂઈને જલદી ઊઠવા દો.’