પોતાના બાળપણનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પરિણીતિએ કૅપ્શન આપી, આ મારો રિયલ ડેબ્યુ હતો.
પરીનીતિ ચોપરા
પરિણીતિ ચોપડાએ તેના બાળપણનો એક વિડિયો શૅર કર્યો છે. એમાં તે સ્કૂલનાં અન્ય બાળકો સાથે કોઈ કાર્યક્રમમાં દેશની સેવાનું ગીત ગાઈ રહી છે. તેને સિન્ગિંગનો બાળપણથી જ શોખ હતો એ જણાઈ આવે છે. તેણે હવે ઍક્ટિંગની સાથે સિન્ગિંગમાં પણ હાથ અજમાવવાનું શરૂ કર્યું છે. પોતાના બાળપણનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પરિણીતિએ કૅપ્શન આપી, આ મારો રિયલ ડેબ્યુ હતો.