અગાઉ આ બન્નેએ લગભગ ૧૩ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું
જૅકી શ્રોફ
જૅકી શ્રોફે સ્પષ્ટ જણાવી દીધું છે કે તે અનિલ કપૂર સાથે કોઈ ફિલ્મમાં કામ નથી કરી રહ્યો. થોડા સમય પહેલાં એવી અફવા ફેલાઈ હતી કે જૅકી શ્રોફ અને અનિલ કપૂર એકસાથે ફિલ્મમાં દેખાવાના છે. અગાઉ આ બન્નેએ લગભગ ૧૩ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. એથી તેઓ હવે ફરીથી સાથે દેખાશે એ જાણતાં જ તેમના ફૅન્સ એક્સાઇટેડ થઈ ગયા હતા. એવું પણ જાણવા મળ્યું હતું ‘ચોર પોલીસ’ નામની આ ફિલ્મ સુભાષ ઘઈ બનાવવાના છે. જોકે આ અફવા પર વિરામ મૂકતાં જૅકી શ્રોફે કહ્યું કે ‘મને પણ આ ન્યુઝ મળ્યા હતા. અન્ય લોકોની જેમ મેં પણ એ વિશે વાંચ્યું હતું. મેં સુભાષ ઘઈ અને અનિલને પણ એ વિશે પૂછ્યું હતું, પરંતુ કોઈ જવાબ નથી મળ્યો.’


