Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇરફાન અને વિદ્યા બાલનને ચમકાવતી ૨૫ વર્ષ જૂની ફિલ્મ યુટ્યુબ પર રિલીઝ થઈ

ઇરફાન અને વિદ્યા બાલનને ચમકાવતી ૨૫ વર્ષ જૂની ફિલ્મ યુટ્યુબ પર રિલીઝ થઈ

Published : 06 May, 2026 10:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૯ એપ્રિલે ઇરફાનની છઠ્ઠી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવા માટે યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે

ફિલ્મનો સીન

ફિલ્મનો સીન


ઇરફાન અને વિદ્યા બાલનને એકસાથે ચમકાવતી લગભગ ૨૫ વર્ષ જૂની એક ફિલ્મ ‘ધ લાસ્ટ ટેનન્ટ’ આખરે હવે યુટ્યુબ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ કેટલાક કારણોસર રિલીઝ થઈ શકી નહોતી, પરંતુ હવે એને ૨૯ એપ્રિલે ઇરફાનની છઠ્ઠી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવા માટે યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ વિદ્યા બાલનની કરીઅરની શરૂઆતમાં શૂટ કરવામાં આવી હતી. આ ફિલ્મનાં ફુટેજ ખોવાઈ ગયાં હોવાના કારણે એને રિલીઝ નહોતી કરી શકાઈ પણ એની જૂની ટેપ મળી આવતાં એના આધારે ફિલ્મને ફરી તૈયાર કરીને યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે.

વિદ્યા બાલને ફિલ્મની રિલીઝ અંગે પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં જણાવ્યું કે, ‘‘ધ લાસ્ટ ટેનન્ટ’ને આટલાં વર્ષો પછી જોવી એ ખૂબ જ અદ્ભુત લાગણી છે. એ સમયે મારી કરીઅરની શરૂઆત થઈ રહી હતી અને ઇરફાન સાથે કામ કરવું ત્યારે પણ ખાસ હતું અને આજે તો વધુ જ ખાસ લાગે છે, કારણ કે આ તેની સાથેની મારી એકમાત્ર ફિલ્મ છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK