Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાનદાર જીત બદલ આ શાનદાર ટીમને દિલથી અભિનંદન

શાનદાર જીત બદલ આ શાનદાર ટીમને દિલથી અભિનંદન

Published : 10 March, 2026 10:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલ લંડનમાં રહેતી અનુષ્કા શર્માએ ટીમ ઇન્ડિયાની T20 વર્લ્ડ કપની જીતને એક ખાસ પોસ્ટ દ્વારા ઊજવી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપની હાઈ-વૉલ્ટેજ ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડની ટીમને હરાવ્યા બાદ જ્યાં આખું ભારત રસ્તાઓ પર ઉજવણી કરી રહ્યું છે ત્યારે વિરાટ કોહલીની પત્ની અને ઍક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી છે. હાલ લંડનમાં રહેલી અનુષ્કા શર્માએ ટીમ ઇન્ડિયાની આ જીતને એક ખાસ પોસ્ટ દ્વારા ઊજવી છે, જે સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. અનુષ્કાએ પોતાની સોશ્યલ મીડિયા સ્ટોરી દ્વારા ટીમ ઇન્ડિયા માટે પ્રેમ અને ગૌરવની લાગણી વ્યક્ત કરીને લખ્યું કે ‘આ શાનદાર જીત માટે આ શાનદાર ટીમને દિલથી અભિનંદન! બૅક-ટુ-બૅક વર્લ્ડ કપ જીત!’

અનુષ્કાની આ પોસ્ટ શૅર થતાં જ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગઈ. ક્રિકેટચાહકોએ એને ખૂબ શૅર કરી, કારણ કે અનુષ્કા હંમેશાં ટીમ ઇન્ડિયા અને ખાસ કરીને વિરાટ કોહલી માટે સૌથી મોટી પ્રેરણા રહી છે. તેઓ બન્ને સ્ટેડિયમમાં વ્યક્તિગત રીતે હાજર નહોતાં, છતાં તેમની આ ડિજિટલ હાજરીએ ફૅન્સનું દિલ જીતી લીધું.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK